<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

પતિને પડતો મુકી ૧૭ વર્ષ નાના બીજા પુરૂષ પર ફીદા થઈ, પ્રેમી સાથે મળી પતિની ડોક અને નાક કાપી નાખ્‍યા

હેવાનિયતની તમામ હદ પાર કરી દીધી

અલવર, તા.૧૫: પ્રેમમાં હદ પાર કરવી એ કોઈ મોટી વાત નથી. પણ પ્રેમમાં હેવાનિયતની હદ પાર કરી દેવી બહુ મોટી વાત છે. એ પણ લગ્ન બહાર ચાલતા આડા સંબંધોને લઈને, એક આવો જ હચમચાવી નાખતો કિસ્‍સો રાજસ્‍થાનના અલવર જિલ્લામાંથી સામે આવ્‍યો છે. અહીં એક પત્‍ની પતિને છોડી અન્‍ય પુરુષ પર ફિદા થઈ ગઈ તો તેણે હેવાનિયતની તમામ હદ પાર કરી દીધી. તેણે ન ફક્‍ત પ્રેમીના હાથે પતિની હત્‍યા કરાવી પણ તેણે ડોક અને નાક પણ કાપી નાખ્‍યા. બાદમાં લાશને નગ્ન કરી પોલીસ સ્‍ટેશન પાસે ફેંકી દીધી.

થાનાગાજી પોલીસે ત્રણ દિવસ પહેલા ૯ જાન્‍યુઆરીના રોજ પોલીસ સ્‍ટેશન પાસેથી મળેલી લાશનો ખુલાસો કરી દીધો છે. આ લાશની ડોક અને નાક કપાયેલા હતા. મળતકની ઓળખાણ માલાખેડાના મહુઆ કલા ગામના રહેવાસી રામપાલ મીણા તરીકે થઈ. પોલીસે લાશને કબજામાં લઈ તેનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું. ત્‍યાર બાદ આજુબાજુના વિસ્‍તારમાં લાગેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ખંગાળ્‍યું તો મહત્‍વની જાણકારી મળી. પોલીસે તપાસ શરૂ કરી રામલાલની પત્‍ની છોટી દેવી સાથે પૂછપરછ કરી. પૂછપરછ દરમ્‍યાન તે ભાંગી પડી અને આખી કહાની કહી દીધી.

પોલીસે જણાવ્‍યું કે, છોટી દેવી થાનાગાજીના રહેવાસી સુભાષ નામના શખ્‍સને પ્રેમ કરતી હતી. બંને વચ્‍ચે પાંચ વર્ષથી આડા સંબંધો હતો. છોટી દેવી મજૂરી કરતી હતી. મજૂરી કરતી વખતે તેની મુલાકાત સુભાષ સાથે થઈ. બાદમાં બંને વચ્‍ચે પ્રેમ થઈ ગયો. બાદમાં રેવાડીના બોવલ વિસ્‍તારમાં છોટી દેવી અને સુભાષ પતિ-પત્‍ની તરીકે રહેવા લાગ્‍યા. આ વાતની જાણકારી છોટી દેવીના પતિ રામપાલ અને તેના પરિવારને મળી.

આ વાતને લઈને રામપાલ અને છોટી દેવી વચ્‍ચે બોલાચાલી થતી રહેતી. તે બહાર જતાં રોકતો હતો. ત્‍યારે આવા સમયે કંટાળેલી છોટી દેવીએ પ્રેમી સુભાષ સાથે મળીને પતિ રામપાલને ઠેકાણે લગાવવાનો પ્‍લાન બનાવ્‍યો. તેના માટે પહેલા તો રામપાલને દારૂ પીવડાવ્‍યો. બાદમાં દારૂના નશામાં પતિ ધૂત થઈ ગયો. તો તેને અકબરપુર ગામમાંથી કિડનેપ કરીને થાનાગાજી લઈ ગયા. અહીં એક હોટલના રૂમમાં ચાર દિવસ સુધી બંધક બનાવીને રાખ્‍યો. બાદમાં સુભાષે હોટલમાંથી એક મોટું ચાકુ લઈને રામપાલની ડોક કાપી નાખી. તેનું નાક પણ કાપી નાખ્‍યું. સુભાષ અને છોટી દેવીએ રામપાલને નગ્ન કર્યો અને બાદમાં તેની લાશને પોલીસ સ્‍ટેશનની બાજુમાં ફેંકી દીધી.

(10:34 AM IST)