<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

સતા પર આવ્‍યા પછી નેશનલ કોન્‍ફરન્‍સમાં પણ ડખાઃ મુખ્‍યમંત્રીના કાર્યક્રમમાં શ્રી નગરના સાંસદની ગેરહાજરી

સોનમર્ગ સુરંગના ઉદ્‌ધાટનનો હતો કાર્યક્રમ

જમ્‍મુઃ તા. ૧૫: જાન્‍યુઆરી-  સાંસદ રૂહુલ્લાહ અને ઉમર અબ્‍દુલ્લા વચ્‍ચેના મતભેદો હવે સામે આવવા લાગ્‍યા છે. સોનમર્ગ સુરંગ ના હાઇપ્રોફાઇલ ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં શ્રીનગરના નેશનલ કોન્‍ફરન્‍સના સાંસદ સૈયદ રૂહુલ્લાહ મેહંદીની ગેરહાજરીએ આ સ્‍પષ્‍ટ કર્યુ છે.

ગઇકાલે મુખ્‍યમંત્રી ઉમર અબ્‍દુલ્લાના વિશ્વાસુ સહયોગી અને સલાહકાર નાસિર અસલમ વાનીએ શ્રીનગરમાં એક સાંસ્‍કૃતિક કાર્યક્રમ દરમ્‍યાન મેહંદીની ગેરહાજરી બાબતે પત્રકારોના સવાલોનો સામનો કરવો પડયો હતો.

વાનીએ પરિસ્‍થિતિને ઓછી આંકવાનો પ્રયાસ કરતા કહયું હતું કે આનો તેઓ કોચીમાં છે. એટલે એટલે સમારંભમાં સામેલ નથી થઇ શકયા.

જોકે પક્ષના આંતરિક સુત્રોનું કહેવું છે કે મેહંદીની ગેરહાજરી પરિસ્‍થિતિ જન્‍ય કરતા પ્રતિકાત્‍મક વધારે હતી. નેશનલ કોન્‍ફરન્‍સના એક નેતાનું કહેવું હતું કે શું વડાપ્રધાનની ઉપસ્‍થિતિ વાળા કાર્યક્રમથી પણ વધારે મહત્‍વના કોચીના કાર્યક્રમ હતા. ખાસ કરીને ત્‍યારે, જયારે એક ઓનલાઇન ઇન્‍ટરવ્‍યુમાં તેમની ટીકાત્‍મક ટીપ્‍પણીઓ પછી મેહંદી અને પક્ષ વચ્‍ચે મતભેદ વધવાની અટકળો થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક ઓનલાઇન સમાચાર એજન્‍સી સાથે ઇન્‍ટરવ્‍યુમાં મેહંદીએ કહયું હતું કે કાશ્‍મીરીઓ ઉપર અબ્‍દુલ્લા દ્વારા જમ્‍મુ અને કાશ્‍મીરના લોકો અને ને કોના જનાદેશથી પોતાને દુર કરવાથી ચિંતિત છે તેમણે ચેતવણી આપી હતી કે અબ્‍દુલ્લાને કાશ્‍મીરમાં ‘દિકરીના એજન્‍ટ' ના રૂપમાંજોવાનું જોખમ છે.

ખરેખરતો ૨૩ ડિસેમ્‍બરથી જ તનાવ વધી રહયો છે. જયારે મેહદીએ ઉમર અબ્‍દુલ્લાના નિવાસ  બહાર એક વિરોધ પ્રદર્શનનું નેતૃત્‍વ કર્યુ, જેમાં એક વિવાદસ્‍પદ અનામત નીતિને વિરોધ કરાયો હતો, જે ઓપન મેરીટ વિદ્યાર્થીઓ માટે નોકરીની તકો ઘટાડે છે.

વિરોધમાં વિપક્ષી જૂથો અને વિદ્યાર્થીઓ માટે નોકરીની તકો ઘટાડે છે. વિરોધમાં વિપક્ષી જૂથો અને વિદ્યાર્થી પ્રતિનિધીઓ જોડાયા હતા.

અત્‍યારે નેશનલ કોન્‍ફરન્‍સ કેટલાય મોરચે એક મુશ્‍કેલ લડાઇનો સામનો કરી રહી છે, જેમાં તેની નેતાગીરી આંતરિક અસંતોષ અને બહારના પડકારો સામે લડી રહી છે.

(4:16 PM IST)