<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

ખુશખબર : ૧૦ રૂપિયાના રિચાર્જમાં ૩૬૫ દિવસની વેલિડિટી મળશે

ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (TRAI)એ નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા : ૧૫૦ મિલિયન ભારતીય સ્‍માર્ટફોન યુઝર્સને ફાયદો : TRAIએ સ્‍પેશિયલ ટેરિફ વાઉચરની વેલિડિટી ૯૦ દિવસથી વધારીને ૩૬૫ દિવસ કરી દીધી

નવી દિલ્‍હી, તા.૧૬: ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (TRAI)એ નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે, જેમાં ૧૫૦ મિલિયન ભારતીય સ્‍માર્ટફોન યુઝર્સને ફાયદો થવાનો છે. આ એ યુઝર્સ છે, જે 2G સેવાઓનો ઉપયોગ કરી રહ્‍યા છે. આવા યુઝર્સ જે વોઈસ કોલ અને SMS જેવી પાયાની મોબાઈલ સેવાઓ પર નિર્ભર છે, તેમને હંમેશા મોંઘા રિચાર્જ પ્‍લાનના કારણે તકલીફોનો સામનો કરવો પડે છે. તેમને રિચાર્જમાં બિનજરૂરી ડેટા મળે છે, જેનો તેઓ ઉપયોગ કરી શકતા નથી.

તેને જોતાં ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (TRAI)એ ૨૪ ડિસેમ્‍બરે એક નવી અપડેટેડ દિશા-નિર્દેશ જાહેર કર્યા, જેમાં દૂરસંચાર કંપનીઓને નવા નિયમોનું પાલન કરતા વાજબી પ્‍લાન લોન્‍ચ કરવા પડશે.

નવા નિયમ અનુસાર, એરટેલ, જિયો, BSNL અને વોડાફોન આઈડિયા જેવી તમામ ટેલિકોમ કંપનીઓને ટોપ-અપ વાઉચર લોન્‍ચ કરવા પડશે, જે ૧૦ રૂપિયાની શરૂઆતી કિંમતે મળી શકે. આ ઉપરાંત, એક મોટી અપડેટમાં TRAIએ સ્‍પેશિયલ ટેરિફ વાઉચરની વેલિડિટી ૯૦ દિવસથી વધારીને ૩૬૫ દિવસ કરી દીધી છે. આ પરિવર્તન ખાતરી કરે છે કે યુઝર્સ લાંબા ગાળાના રિચાર્જ વિકલ્‍પો ઉપયોગ કરી શકશે.

હાલમાં, આ યુઝર્સને ડેટાવાળા પ્‍લાન માટે વધારે ચૂકવણી કરવી પડે છે. આ તેમની મજબૂરી છે, કેમ કે ટેલિકોમ ઓપરેટર્સ પાસે ફક્‍ત વોઈસ અને MMS માટે કોઈ સ્‍પેસિફિક પ્‍લાન નથી. જ્‍યારે તેમને ડેટાની જરૂર હોતી નથી, તેમ છતાં તેમને આ પ્‍લાન લેવા પડે છે, જેનો તેઓ ઉપયોગ પણ કરતા નથી.

 કહેવાય છે કે TRAIના દિશા-નિર્દેશ પહેલા જ લાગુ કરી ચૂકયા છે અને ટેલિકોમ કંપનીઓએ તેને લાગુ કરવા માટે થોડા અઠવાડિયાનો સમય આપ્‍યો છે. જોકે, સત્તાવાર લોન્‍ચની તારીખ જાહેર કરી નથી. પણ જાન્‍યુઆરીના અંત સુધી વાજબી રિચાર્જ પ્‍લાન બજારમાં આવવાની આશા છે.

કહેવાય છે કે TRAIના દિશા-નિર્દેશ પહેલા જ લાગુ કરી ચૂકયા છે અને ટેલિકોમ કંપનીઓએ તેને લાગુ કરવા માટે થોડા અઠવાડિયાનો સમય આપ્‍યો છે. જોકે, સત્તાવાર લોન્‍ચની તારીખ જાહેર કરી નથી. પણ જાન્‍યુઆરીના અંત સુધી વાજબી રિચાર્જ પ્‍લાન બજારમાં આવવાની આશા છે.

(9:48 AM IST)