<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

ગાઢ ધુમ્‍મસના કારણે દિલ્‍હીમાં ૯૮ ટ્રેનો મોડી

સવારના વરસાદથી દિલ્‍હી-એનસીઆરમાં ઠંડીમાં વધુ વધારો IMD એ વરસાદ અને ધુમ્‍મસને લઈને યલો એલર્ટ જારી કર્યું છે

નવી દિલ્‍હી, તા.૧૬: દિલ્‍હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત ગાઢ ધુમ્‍મસની લપેટમાં છે. ઘણા વિસ્‍તારોમાં દૃશ્‍યતા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. ધુમ્‍મસના કારણે હવાઈ અને રેલ ટ્રાફિક પણ પ્રભાવિત થઈ રહ્‍યો છે. ઘણી ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે અને ફ્‌લાઇટ્‍સ પણ ડાયવર્ટ કરવામાં આવી રહી છે. ધુમ્‍મસને કારણે દિલ્‍હી આવતી ૨૯ ટ્રેનો મોડી ચાલી રહી છે. બુધવારે મોડી સાંજે અને ગુરુવારે સવારે પડેલા વરસાદથી દિલ્‍હી-એનસીઆરમાં ઠંડીમાં વધુ વધારો થયો છે.

પર્વતોમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર મેદાની વિસ્‍તારો પર પડી રહી છે, જેના કારણે તીવ્ર શીત લહેર અને ગાઢ ધુમ્‍મસ છવાઈ ગયું છે. હવામાન વિભાગે વરસાદ અને ધુમ્‍મસને લઈને યલો એલર્ટ જારી કર્યું છે. IMD એ થોડા દિવસો સુધી ધુમ્‍મસ અને વરસાદની આગાહી કરી છે.

વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સને કારણે ગઈકાલે સવારથી દિલ્‍હી-એનસીઆરમાં ગાઢ ધુમ્‍મસ હતું પરંતુ બપોર સુધીમાં હળવો તડકો હતો અને સાંજ સુધીમાં ઘણી જગ્‍યાએ હળવો વરસાદ પડયો હતો. આ વરસાદને કારણે દિલ્‍હી-એનસીઆરમાં ઠંડી વધુ વધી ગઈ અને પારામાં પણ ઘટાડો નોંધાયો.

દિલ્‍હી સરકારે વધતા વાયુ પ્રદૂષણને કારણે ગ્રેપ ૩ અને ગ્રેપ ૪ લાદ્યા હતા, પરંતુ વરસાદને કારણે હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે. AQI 200 ની નજીક પહોંચી ગયો છે. ગઈકાલે તે ૪૦૦ થી ઉપર હતું.

ગઈકાલે દિલ્‍હીમાં ૩૦૦ થી વધુ ફ્‌લાઇટ્‍સ મોડી પડી હતી. ઘણા લોકોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્‍યા હતા. ઓછી દૃશ્‍યતાને કારણે, કેટલાક વિમાનોને થોડા સમય માટે ઉડાન ભરવાથી પણ રોકી દેવામાં આવ્‍યા હતા. દિલ્‍હીમાં ઇન્‍દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IGI એરપોર્ટ) દરરોજ ૧૩૦૦ ફ્‌લાઇટ્‍સનું સંચાલન કરે છે

(3:13 PM IST)