તા. ૧૪ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૨ શુક્રવાર

ID પ્રુફ -જાતિથી લઇ કોવિડ રસી સુધીનાં પૂછાશે ૪૦ પ્રશ્નો : કેન્દ્ર સરકારે વસ્તી ગણતરીના બીજા તબકકા માટેનું જાહેરનામુ બહાર પાડયું: આઝાદ ભારતમાં પહેલીવાર જાતિ ગણતરી : ગૃહ મંત્રાલયે ૪૦ સવાલોની યાદી બહાર પાડીઃ જનગણના અધિકારી જાણકારી મેળવવા બધા સવાલો પૂછશેઃ લોકોની સામાજીક, આર્થિક, શૈક્ષણિક, રોજગાર, પ્રવાસ અને પારિવારીક સ્થિતિની માહિતી મેળવાશે2:47 PM IST
પાકિસ્તાનમાં માત્ર ૭ ટકા તો તુર્કીમાં ૧૫ ટકા લોકો ભારતને પસંદ કરે છેઃ ૩૬ દેશોમાં સર્વે : ૩૬ દેશોમાં સરેરાશ ૪૫ ટકા લોકો ભારત પ્રત્યે લાગણી ધરાવે છેઃ ૪૧%નું નકારાત્મક વલણ : શ્રીલંકામાં ૭૯ લોકોને ભારત પ્રત્યે આદરઃ કેન્યા - યુકેનાં ૧૦ થી ૭ લોકો ભારતને પસંદ કરે છેઃ અમેરિકામાં ૪૫% લોકો ભારતની તરફેણમાં10:04 AM IST
UGC-NET 2026 ની પ્રોવિઝનલ આન્સર કી 15મી ઓગસ્ટે બહાર પાડવામાં આવશે: NTA : કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ-NET (CSIR-NET) અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ-ઓલ ઇન્ડિયા એન્ટ્રન્સ એક્ઝામિનેશન ફોર પોસ્ટગ્રેજ્યુએટ (ICAR-AIEEA-PG) અને ઓલ ઇન્ડિયા કોમ્પિટિટિવ એક્ઝામિનેશન (AICE), PhD 2026 માટેની પ્રોવિઝનલ આન્સર કી પણ તે જ દિવસે તેની વેબસાઇટ પર બહાર પાડવામાં આવશે.12:53 AM IST
ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક તણાવ વધ્યો :અમેરિકાએ ભારત પર ચીનના 'શેડો ટ્રાન્સ-શિપમેન્ટ નેટવર્ક'નો ભાગ હોવાનો આરોપ મૂક્યો : વ્હાઇટ હાઉસના અહેવાલમાં ગુજરાત, ચેન્નઈ અને પુણે જેવા ભારતના 3 ઔદ્યોગિક કેન્દ્રો પરથી ચીની માલનો રૂટ બદલી અમેરિકન બજારમાં ઘૂસાડાય છે, જેનાથી તેમને 19 થી 26 અબજ ડોલરનું નુકસાન થાય છે. 12:45 AM IST
શનિદેવ બદલશે પોતાની ચાલ: ૨૦ ઓગસ્ટે રેવતી નક્ષત્રમાં પ્રવેશ સાથે સાડાસાતી ભોગવતી આ રાશિઓના ચમકશે ભાગ્ય, જાણો કોને મળશે મોટી રાહત અને કોણે રહેવું પડશે સાવધાન! : સૂર્યપુત્ર શનિના નક્ષત્ર પરિવર્તનથી મેષ અને કુંભ રાશિના જાતકો માટે પ્રગતિ અને રાહતના નવા દ્વાર ખુલશે, જ્યારે મીન રાશિના લોકોએ દરેક પગલું સમજી-વિચારીને ભરવું પડશે.8:34 PM IST
લખનૌમાં શિક્ષકોની અછત સામે 'જનરેશન-આલ્ફા' પેઢીના વિદ્યાર્થીઓનો હલ્લાબોલ: ચક્કાજામમાં ફસાયેલા મંત્રી ગાડીમાંથી બહાર આવી બાળકોને મનાવવા મેદાનમાં ઉતર્યા! : મોહન રોડ પર ચક્કાજામ કરી પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને રાજ્યમંત્રી અસીમ અરુણે કાઉન્સિલિંગ કરી શાળા કેમ્પસમાં પરત મોકલ્યા: સમસ્યાઓના તાત્કાલિક ઉકેલની આપી ખાતરી7:45 PM IST
રાષ્ટ્રપતિ ભવનમાં 'એટ હોમ રિસેપ્શન': સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આ વર્ષે એકમાત્ર બોલિવૂડ સ્ટાર તરીકે કાર્તિક આર્યન હાજરી આપશે! : રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત 'ચંદુ ચેમ્પિયન'ના અભિનેતાનું રાષ્ટ્રપતિ મુર્મુ સાથે વિશેષ મિલન: નવી દિલ્હીમાં યોજાનારા ઔપચારિક સમારોહમાં દેશ-વિદેશના મહાનુભાવોની રહેશે ઉપસ્થિતિ7:25 PM IST
'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' પર પીએમ નરેન્દ્ર મોદીએ ભાગલાના પીડિતોને કર્યા યાદ: "વિસ્થાપનનું દુઃખ સહન કરી દેશના નિર્માણમાં યોગદાન આપનારાઓની હિંમતને નમન!" : દેશના ભાગલાથી લાખો પરિવારો ઉજડી ગયા પરંતુ પીડિતોએ મુશ્કેલીઓને સફળતામાં બદલી: એકતા, ભાઈચારો અને 'વિકસિત ભારત' માટે એકજૂથ થવા વડાપ્રધાનનું આહ્વાન7:40 PM IST
ચીનનો રેકોર્ડ $1.2 ટ્રિલિયનનો ટ્રેડ સરપ્લસ વૈશ્વિક આર્થિક કટોકટી સર્જી શકે છે: 'ફોરેન પોલિસી' મેગેઝિનના અહેવાલમાં મોટી ચેતવણી! : નિકાસ વધારવાની બેફામ નીતિથી અમેરિકા, યુરોપ અને વિકાસશીલ દેશોના ઉદ્યોગો ધ્વસ્ત થવાનું જોખમ: વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ચીનનો એકહથ્થુ ઈજારો બ્રેકિંગ પોઈન્ટ તરફ6:24 PM IST
સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઉત્તર પ્રદેશ પોલીસનું મોટું સન્માન: 12 અધિકારીઓને રાષ્ટ્રપતિ શૌર્ય ચંદ્રક અને 81 જવાનોને મળશે ઉત્કૃષ્ટ સેવા મેડલ! : શામલી એન્કાઉન્ટરમાં શહીદ થયેલા STF ઇન્સ્પેક્ટર સુનીલ કુમારને મરણોત્તર શૌર્ય ચંદ્રક: વીરતા અને પ્રશંસનીય સેવાઓ બદલ ખાખીનું ગૌરવ વધારતાં વીરોની યાદી જાહેર6:13 PM IST
બ્રહ્માંડની રચનાનું 50 વર્ષ જૂનું સસ્પેન્સ ઉકેલાયું: પ્રકાશની ગતિએ કણોની ટક્કર થતાં વિજ્ઞાનીઓને મળ્યો બ્રહ્માંડને બાંધી રાખતો અદ્રશ્ય પદાર્થ! : પ્રોટોનની અંદર દ્રવ્યને ક્વાર્ક નહીં પરંતુ ગ્લુઓનનું 'બેરિઓન જંકશન' બાંધી રાખે છે: 'સાયન્સ' જર્નલમાં પ્રકાશિત શોધથી કણોના ભૌતિકશાસ્ત્રમાં મોટો વિસ્ફોટ5:48 PM IST
નાણા મંત્રાલયનો સરકારી સંસ્થાઓને મહત્વપૂર્ણ આદેશ: GeM પોર્ટલ પર કન્સલ્ટન્સી ટેન્ડરોમાં ઊંચા ટર્નઓવર અને સ્ટાફની કડક શરતો દૂર કરવા આપી કડક સૂચના! : અપ્રમાણસરની શરતોને લીધે નાની ફર્મો માટે સ્પર્ધાના દરવાજા બંધ થતા ફિનમિન લાલઘૂમ: ખર્ચ વિભાગે તમામ મંત્રાલયોને માર્ગદર્શિકાનું પાલન કરવા મોકલ્યો પત્ર5:32 PM IST
ઉજ્જૈનમાં આવેલું એક અનોખું શહીદ મંદિર: જ્યાં ભગવાનની સાથે દેશના અમર જવાનોની થાય છે પૂજા, દરેક આરતીમાં ગુંજે છે દેશભક્તિના સૂર! : પવિત્ર શિપ્રા નદીના કિનારે 21 પરમવીર ચક્ર વિજેતાઓ સહિત વીરોની 41 પ્રતિમાઓ સ્થાપિત: નિવૃત્તિની બચતમાંથી નિર્માણ પામેલું આ ધામ પ્રવાસીઓ માટે બન્યું આસ્થા અને દેશપ્રેમનું કેન્દ્ર5:53 PM IST
પેકેજ્ડ ફૂડમાં મીઠું અને ખાંડનું પ્રમાણ સ્પષ્ટપણે જણાવવું પડશે : પેકેજ્ડ ફૂડમાં વધુ પડતા મીઠું, ખાંડ અને સંતૃપ્ત ચરબી માટે સુપ્રીમ કોર્ટે FSSAI અને કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો : કોર્ટે જણાવ્યું હતું કે પેકેજ ખોલતા પહેલા લોકો ખોરાકમાં મીઠું, ખાંડ અને ચરબીનું પ્રમાણ જાણી શકે તે માટે પેકના આગળના ભાગમાં ચેતવણી લેબલ લગાવવા જરૂરી છે10:27 AM IST
પ્રાદેશિક યુદ્ધની અસરોથી મધ્યપૂર્વના ગલ્ફ દેશોના અર્થતંત્રને મોટો ફટકો: લેબનોનની સર્જનાત્મક પ્રતિભાઓ અને પ્રોફેશનલ્સની આજીવિકા ઉપર તોળાઈ રહ્યું છે ગંભીર સંકટ : ફેશન સ્કૂલના ફંડિંગથી લઈને માર્કેટિંગ એક્સપર્ટ્સની નોકરીઓ જોખમમાં: ગલ્ફના ક્લાયન્ટ્સે બજેટ ઘટાડતા લેબનીઝ યુવાનોની કમાણીમાં મોટો ઘટાડો5:28 PM IST
હાથ નથી પણ પગથી લખે છે પોતાનું ભવિષ્ય: કટિહારની 8 વર્ષની દિવ્યાંગ લક્ષ્મીનો અદમ્ય જુસ્સો જોઈ સોનુ સૂદ ભાવુક થયો, કહ્યું- "ટૂંક સમયમાં મળીશું..." : બંને હાથ ન હોવા છતાં પગના અંગૂઠા વચ્ચે પેન પકડીને શિક્ષક બનવાનું સપનું કંડારી રહી છે લક્ષ્મી: અભણ માતા-પિતાના સમર્પણ અને બાળકીની હિંમતને આખું દેશ કરી રહ્યું છે સલામ5:58 PM IST
સ્વતંત્રતા દિવસ 2026: ભારતના આઝાદીના મહાસંગ્રામમાં વિરાંગનાઓનું અપ્રતિમ યોગદાન, જાણો દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારી 5 મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓની અમર શૌર્યગાથા! : માતંગિની હાજરાથી લઈને દુર્ગા ભાભી સુધી: બ્રિટિશ હકુમત સામે દેશપ્રેમની અગનજ્વાળા પ્રગટાવનારી નારી શક્તિની અદભુત હિંમત અને બલિદાનની કથા5:25 PM IST
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) માં સતત 12 વર્ષથી એકચક્રી શાસન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી: ચેરમેન મનન કુમાર મિશ્રાની અમર્યાદિત સત્તા અને મનસ્વી નિર્ણયો પર ઉઠ્યા ગંભીર સવાલો! : સતત 7મી વખત બિનહરીફ ચૂંટાયેલા મનન મિશ્રાના કાર્યકાળ પર લિંક મૂકવા અને પ્રાદેશિક રોટેશન સિસ્ટમ લાગુ કરવા માંગ: NALSAR વિવાદ બાદ સંસ્થાકીય સુધારાની જોરદાર ચર્ચા4:50 PM IST
પીએમ મોદીની ડિપ્લોમસી પર ટિપ્પણી કરતાં બરાબર ઘેરાયા રાહુલ ગાંધી: ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ ઇન્દિરા ગાંધી અને ફિડેલ કાસ્ટ્રોનો ભેટી પડતો ફોટો શેર કરી કર્યો મોટો પલટવાર! : 'હગ ડિપ્લોમસી' અંગેની વિવાદિત ટિપ્પણી પર ભાજપ આક્રમક: જેપી નડ્ડા અને પ્રહલાદ જોશીએ પણ રાહુલ ગાંધીની અપરિપક્વતા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો4:39 PM IST
નાંદેડમાં શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ પર તીક્ષ્ણ કિરપાણથી ભયાનક હુમલો: આરોપી નિહંગે પોલીસ સામે કર્યો સનસનાટીભર્યો દાવો, કહ્યું- 'મને વાહેગુરુ તરફથી જ આદેશ મળ્યો હતો'! : મુંબઈની કોર્પોરેટ કંપનીનો ભૂતપૂર્વ વકીલ જસપાલ સિંહ બન્યો હુમલાખોર: દોઢ કલાક ચાલેલી જટિલ સર્જરી બાદ બાદલને હોસ્પિટલમાંથી અપાઈ રજા, પંજાબ જવા રવાના4:06 PM IST
શુક્રવારે શેરબજારમાં ઓલ-રાઉન્ડ વેચવાલીનું દબાણ: સેન્સેક્સ 78,009.25 ની સપાટીએ બંધ અને નિફ્ટીમાં પણ નોંધપાત્ર ઘટાડો, 24,360 ની આસપાસ સીમિત રહ્યો, રોકાણકારો ચિંતાતુર! : ગિફ્ટ નિફ્ટીના નબળા સંકેતો બાદ સુસ્ત શરૂઆત: ભારતી એરટેલ અને અદાણી પોર્ટ્સે બજારને ટેકો આપ્યો, જ્યારે એશિયન પેઇન્ટ્સ અને ઇન્ડિગો ધરાશાયી4:03 PM IST
સ્વતંત્રતા દિવસ પૂર્વે રાજધાની દિલ્હીમાં મોટો ખળભળાટ: હાઈકોર્ટ, એરપોર્ટ અને જામનગર હાઉસ સહિત 5 મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર! : બપોરે 2 વાગ્યા સુધીમાં પરિસર ખાલી કરાવવાના ઈમેલ મેસેજથી મચી અફરાતફરી: બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમોએ ત્વરિત સર્ચ ઓપરેશન હાથ ધર્યું 3:32 PM IST
14 ઓગસ્ટ 1947ની એ ઐતિહાસિક મધ્યરાત્રિ: નેહરુના 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની' ભાષણ પહેલાં સેન્ટ્રલ હોલમાં ગુંજ્યો હતો સુચેતા કૃપાલાણીનો અવાજ, ગાયું હતું 'વંદે માતરમ'! : સ્વતંત્ર ભારતના ઇતિહાસનું અણમોલ પાનું: 14 ઓગસ્ટની રાત્રે 11 વાગ્યે બંધારણ સભાની કાર્યવાહીનો પ્રારંભ જ રાષ્ટ્રીય ગીત વંદે માતરમના મધુર સૂર સાથે થયો હતો3:48 PM IST
કોમેડિયન સમય રૈના અને યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટમાંથી બહુમોટી રાહત: 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શો વિવાદમાં તમામ એફઆઈઆર રદ! : દિવ્યાંગો પર વાંધાજનક ટિપ્પણી અને અશ્લીલતા ફેલાવવાના કેસમાં સુપ્રીમ કોર્ટે કરી આકરી ઝાટકણી: પરંતુ આખરે રાહત આપતા દેશભરની તમામ કેસ પ્રક્રિયાઓ પર મૂક્યો પૂર્ણવિરામ3:33 PM IST
મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ4:30 PM IST
જાહેર અને સરકારી મિલકતોના બિનઅધિકૃત ઉપયોગ પર આકરા અંકુશ લાવવા કર્ણાટક મંત્રીમંડળની લીલી ઝંડી: પૂર્વ પરવાનગી વિના સરકારી જગ્યાઓ, શાળાઓ કે જાહેર રસ્તાઓ પર પ્રવૃત્તિઓ અને પથ સંચલન પર રોક લગાવતું નવું કડક બિલ મંજૂર : આરએસએસ (RSS) જેવા સંગઠનોની જાહેર સ્થળો તેમજ સરકારી અને સહાયતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થાઓમાં મંજૂરી વગર ચાલતી કવાયતો, શાખાઓ અને સંચલન પર બ્રેક મારવાના પરોક્ષ લક્ષ્ય સાથે સિદ્ધારમૈયા સરકારે કાયદાકીય માળખું મજબૂત કર્યું; નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની જોગવાઈ10:20 PM IST
અખિલેશના 'ગુપ્ત મિશન' પર શિવપાલ: યુપીમાં ૨૦% મુસ્લિમ મતદારોને એકત્ર કરવા સાચવ્યો મોરચો : ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં વાપસી માટે સમાજવાદી પાર્ટીની બે-પાંખી રણનીતિ: અખિલેશ સોફ્ટ હિન્દુત્વ અને પીડીએ પર ધ્યાન કેન્દ્રિત કરશે ત્યારે શિવપાલ યાદવે આઝમ ખાનને ગૃહમંત્રી બનાવવાનું વચન આપી મુસ્લિમ આધાર મજબૂત કર્યો9:07 PM IST
ભારતની સ્મોલ આર્મ્સ ફેક્ટરીઓ ભારે કટોકટીમાં: ₹૬૦૦ કરોડનું નુકસાન અને પ્લાન્ટ્સ પડતર : સંસદીય સમિતિની ચિંતા : આર્મ્સ ફેક્ટરીઓમાં મશીનરી નિષ્ક્રિય પડી હોવા અને કરોડો રૂપિયાનું સંચિત નુકસાન થવા પાછળ સેના તરફથી મળતા ઓર્ડરમાં ઘટાડો : ટેકનિકલ ખામીઓ અને નબળું સ્ટોક મેનેજમેન્ટ જવાબદાર હોવાનો અહેવાલમાં ખુલાસો10:16 PM IST
અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન આગામી વર્ષે ૧૫ ઓગસ્ટે દોડવા માટે સજ્જ: એરફેર કરતાં સસ્તુ અને સામાન્ય મધ્યમ વર્ગના ખિસ્સાને પોસાય તેવું ભાડું રાખવા રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય : ૩૨૦ કિમી પ્રતિ કલાકની સુપરસોનિક ઝડપે માત્ર ૧ કલાક અને ૫૮ મિનિટમાં મુસાફરી પૂરી થશે, બંને મહાનગરો વચ્ચે મુસાફરોના ૪ થી ૫ કલાક બચશે; સમગ્ર કોરિડોરનું ૮૦ ટકા કામ પૂર્ણ થયું, શરૂઆતમાં સુરતથી બિલીમોરા વચ્ચે પ્રથમ ચરણ હાથ ધરાશે10:17 PM IST
મોબાઇલની લત અને ખોટા પોશ્ચરમાં કલાકો સુધી પડ્યા રહેવાની ટેક-નેક બીમારીએ સાઉથની જાણીતી અભિનેત્રી શકીલાને હોસ્પિટલ ભેગી કરી: ગરદનની જટિલ સર્જરીમાં ટાઇટેનિયમ સ્ક્રૂ બેસાડવો પડ્યો, ₹૩ લાખના ખર્ચ બાદ રિકવરીનો વિડીયો વાયરલ : બેડ પર એક તરફ ઢળીને સળંગ ચાર-ચાર કલાકો સુધી ગેમિંગ, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોવાની કૂટેવથી ગરદનની મુખ્ય નસો અને મણકાને ગંભીર નુકસાન પહોંચતાં ચેન્નાઇની હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરાવવી પડી; અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ગળામાં કોલર સાથે આવીને ચાહકો તથા વાલીઓને સ્ક્રીન ટાઇમ ઘટાડવા ચેતવણી આપી10:22 PM IST
ચીનમાં ભારતીય ઓપ્ટિકલ ફાઇબરનો દબદબો: ગભરાયેલા બેઇજિંગે એન્ટી-ડમ્પિંગ ડ્યુટી વધુ ૫ વર્ષ લંબાવી : સ્થાનિક ઉદ્યોગોને ભારતીય કંપનીઓની શ્રેષ્ઠ ગુણવત્તા અને સ્પર્ધાત્મક કિંમતો સામે બચાવવા ચીને ૩૦.૬ ટકા સુધીનો આકરો ટેક્સ યથાવત રાખ્યો : ૨૦૧૪થી ચાલતા પ્રતિબંધો છતાં ભારતીય મેન્યુફેક્ચરર્સનો દબદબો અકબંધ10:30 PM IST
મહારાષ્ટ્રના સાંગલીમાં રેણાવિ ઘાટના તીવ્ર વળાંક પર બે એસટી બસો વચ્ચે કાળજું કંપાવી દેનારો ભયાનક અકસ્માત: ધડાકાભેર અથડામણમાં ૩ મુસાફરોના કરૂણ મોત, ૧૫થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત : વિટા-ભીવઘાટ અને વિજાપુર-મેઢા રૂટની બસો વચ્ચે થયેલી સમોસામી ટક્કરમાં બંને વાહનોના આગળના ભાગનો ચૂરમા જેવો ભૂકો: વિટાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ, કેટલાકની સ્થિતિ અત્યંત નાજુક10:32 PM IST
બેંગલુરુની જેલમાં જેડીએસના પૂર્વ સાંસદ પ્રજ્જવલ રેવન્ના પાસેથી બિનઅધિકૃત મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસનમાં મચેલો ભારે હડકંપ: પોલીસે ફોનને જપ્ત કરી સીલ માર્યું, અનેક વીડિયો હોવાની અફવાઓ પર પોલીસે પૂર્ણવિરામ મૂક્યું : પરપ્પના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન બેરેકમાંથી સ્માર્ટફોન મળતા આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ નિલંબિત, ફોરેન્સિક તપાસ બાદ જ સત્ય સામે આવશે તેવો પોલીસ અને જેલતંત્રનો ખુલાસો10:34 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે.....10:37 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાદાહોદના દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ: મેન્દ્રા ચોકડી પાસે આવેલા ગોડાઉનમાંથી ખાતરની 400 થેલીઓ જપ્ત : સહકારી મંડળીના ઇસ્માઇલ બાજી નામના શખ્સે ખાતરનો જથ્થો બારોબાર ખસેડ્યો:સહકારી મંડળીનું ખાતર કાળા બજારમાં વેચાતું હોવાની ફરિયાદો બાદ ખેતીવાડી વિભાગે કાર્યવાહી કરી:. દરોડા બાદ ગોડાઉનને તાત્કાલિક સીલ કરી દેવાયુ 10:59 PM IST
નવસારીમાં ગણપતિ આગમનમાં ઘોંઘાટ સાથે DJ ચાલુ રાખતા કોર્પોરેટર પુત્ર મયુર કહારની ધરપકડ : રૂ. 93,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો : ધ્વનિ પ્રદૂષણ અટકાવવા અને ડીજેનો અવાજ ધીમો કરવા કે બંધ કરવા સૂચના અપાઈ છતાં કોર્પોરેટર પુત્ર મયુર કહારે પોલીસની સૂચનાને અવગણીને સતત ઘોંઘાટ સાથે ડીજે ચાલુ રખાવ્યું હતું12:59 AM IST
૮૦મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ અમરેલી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ‘એટ હોમ’ કાર્યક્રમ યોજાયો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ: લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના અપ્રતિમ સમર્પણ અને શહાદતના પરિણામે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે: ગુજરાત 'વિકસિત ભારત ૨૦૪૭'નું લક્ષ્ય પ્રાપ્ત કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે:એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્ર સાથે નવી પેઢી સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમથી આગળ વધે:રાષ્ટ્ર નિર્માણમાં દરેક વર્ગ પોતાની જવાબદારી પૂર્ણ નિષ્ઠા અને દેશભક્તિથી નિભાવે:રાજ્યપાલ 8:04 PM IST
અમરેલી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ યોજાયો : વિભાજન વિભીષિકાના દર્દમાંથી શીખ લઈ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંકલ્પ કરીએ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: વિભાજન વિભીષિકાના ભોગ બનેલા લાખો નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવી આપણી નૈતિક ફરજ છે:ઇતિહાસ,ત્યાગ અને બલિદાનનું સન્માન કરવું એ મજબૂત રાષ્ટ્રના નિર્માણનો પાયો છે:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :વિભાજનની પીડા અને દિવંગતોના સન્માનમાં ૨ મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ: વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ આધારિત વિશેષ નાટ્ય પ્રસ્તુતિ 7:55 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનું આહવાન કર્યુ : 80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રજાજોગ સંદેશ:સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણીથી આપણે સનાતન સંસ્કૃતિની વિરાસતને ગૌરવમય બનાવી છે:રોજગારીના સર્જનમાં નારીશક્તિની ભાગીદારી 2047 સુધીમાં 75 ટકા સુધી લઈ જવાની નેમ:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયાં છે:ડેટા, AI ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા પાંચ વર્ષ માટે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલીસી અમલી બનાવી 7:02 PM IST
દેશભક્તિનો રંગ, આણંદ બન્યું તિરંગામય: આણંદ ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા સહભાગી : આણંદ-વિદ્યાનગર માર્ગ પર રાષ્ટ્રપ્રેમ સાથે ૧૦ હજારથી વધુ નગરજનો તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા: આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ :તિરંગા યાત્રામાં ઘોડેશ્વાર પોલીસ, બાઈક સવાર પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી જવાનો, એનસીસીના કેડેટ્સ, વિદ્યાર્થીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા7:00 PM IST
હવે શિક્ષકો તથા GSRTCના કર્મયોગીઓ માટે આરોગ્ય તપાસ અને મેડિકલ અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે : અમદાવાદની સોલા GMERS હોસ્પિટલ ખાતે 'સ્થાયી તબીબી મંડળ'ની રચના કરવા નિર્ણય :શિક્ષકો અને GSRTCના કર્મચારીઓની રજૂઆત પ્રત્યે હકારાત્મક અભિગમ સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો કર્મચારી હિતલક્ષી નિર્ણય:મેડીકલ બોર્ડની રચનાથી કર્મચારીઓને મેડીકલ કારણોસર આંતર-જિલ્લા બદલી માટે જરૂરી તબીબી પ્રમાણપત્ર-અભિપ્રાય સરળતાથી મળશે: આરોગ્ય મંત્રી 6:58 PM IST
શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની મુલાકાત લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ કર્યો : સોશિયલ મીડિયાના અવરોધને છોડી લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ મંત્ર જ પ્રગતિનો સાચો માર્ગ: સંસ્કાર, સશક્તિકરણ અને સમય વ્યવસ્થાપન જ સફળતાની ચાવી: કોઈપણ કાર્યમાં પરસ્પર વિશ્વાસ અને સાથે મળીને કરવામાં આવતા પ્રબળ પ્રયાસો જ દેશને બમણી ગતિથી આગળ લઈ જાય છે: મુખ્યમંત્રી 6:56 PM IST
૧૮૫૭ થી શરૂ થયેલી જ્વાળા ૧૯૪૭માં આઝાદીના સૂર્યોદયમાં પરિવર્તિત થઈ, આઝાદી પાછળ નવ દાયકાઓનો લાંબો સંઘર્ષ, અનેક આંદોલનો, જેલવાસ, બલીદાન અને અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓનું હતું યોગદાન : ૧૫ મી ઓગસ્ટ ભારતના સ્વાતંત્ર્યનો ગૌરવપૂર્ણ દિવસ : ભારતની આઝાદીની ગાથા એટલે ૧૮૫૭ થી ૧૯૪૭ સુધીની ઐતિહાસીક સફર અનેક પડાવો પાર કરાયા ગુલામીની સાંકડો તુટી, ભારતે સ્વત્રંત રાષ્ટ્ર તરીકે કરી નવી સફરની શરૂઆત 2:25 PM IST
મુંબઈથી સુરતમાં MD ડ્રગ્સ પ્રસરે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી, આંતરરાજ્ય નેટવર્ક ખુલ્યું : પોલિસ કમિશનર વંબાગ જમીર, ક્રાઇમ બ્રાન્ચ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપીના નેતૃત્વ અને એસીપી કિરણ મોદીના સંકલનમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે. એન. ઝાલા તથા સ્ટાફ દ્વારા વધુ એક સિદ્ધિ મેળવી... : તૌકિર યાસીન શેખને ડીલેવરી આપવાનો હતો : મુંબઈના સમીર ઉર્ફ છોટુ દ્વારા યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલતા કાળા ધંધાના સોદાગર દ્વારા આ જથ્થો પૂરો પડાયેલ, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા ‘અકિલા' સમક્ષ ડ્રગ્સ કારોબારનો અથ થી ઇતિ તાર ખોલ્યા...2:41 PM IST
શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લો ફરી એકવાર સમગ્ર રાજ્યમાં પ્રથમ: ૯૨% ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો : ડ્રોપઆઉટ થયેલા ૪૨૨૪ બાળકોમાંથી ૩૯૦૬ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ અપાયો: બાકી રહેલા ૩૧૮ બાળકોને પુનઃ પ્રવેશ આપવા સઘન પ્રયાસો:ગત મે મહિનામાં જાહેર થયેલા પરિણામ મુજબ નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો હતો7:56 PM IST
નવલખી મેદાનથી ગાંધી નગરગૃહ સુધી તિરંગા યાત્રામાં છવાયો રાષ્ટ્રપ્રેમનો પ્રચંડ ઉત્સાહ : વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં નીકળી વિશાળ તિરંગા યાત્રા : મોટી સંખ્યામાં નગરજનોએ જોડાઈ રાષ્ટ્રભક્તિની ભાવનાને વ્યક્ત કરી; ભારત માતાની આરતી સાથે યાત્રાનું સમાપન:મહાત્મા ગાંધી અને શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી: તિરંગા યાત્રામાં સહભાગી થયેલા દિવ્યાંગો, બાળકોને પ્રેમપૂર્વક મુલાકાત કરતા સંઘવી7:39 PM IST
લોકરક્ષક ભરતીમાં દસ્તાવેજ ચકાસણી માટે 18322 ઉમેદવારોની પસંદગી :રિવાઇઝ્ડ કટઓફ જાહેર :જાણો કેટેગરી વાઇઝ માર્ક્સ : ભરતી બોર્ડ દ્વારા કૂલ 12,733 ખાલી જગ્યાઓ માટે લેખિત પરીક્ષામાં Part A અને Part Bમાં 39225 ઉમેદવારો ક્વોલિફાઈડ થયા : પ્રથમ તબક્કામાં 18322 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવાશે 7:10 PM IST
બોટાદના ગઢડા સ્થિત BAPS મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો : દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા વધારવા અને ખેડૂતોની સમૃદ્ધિ માટેનો એકમાત્ર વિકલ્પ:રાસાયણિક ખાતરો અને જંતુનાશકો ધીમા ઝેર સમાન; કેન્સર અને ડાયાબિટીસ જેવા જીવલેણ રોગોથી બચવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અનિવાર્ય:પ્રાકૃતિક ખેતીથી જમીનમાં અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ પુનર્જીવિત થાય છે, જેનાથી ખેતરની જમીન સોનું બને છે:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ બોટાદ જિલ્લાના શ્રેષ્ઠ ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે બહુમાન કરાયું7:19 PM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતે નિર્માણધીન 'ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારક'ની મુલાકાત લઈ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી : કલ્યાણનગર ખાતે આકાર પામી રહેલા આધુનિક સ્મારકના મ્યુઝિયમ, લાઈબ્રેરી અને મલ્ટીમીડિયા પ્રકલ્પની કામગીરી આખરી તબક્કામાં: પ્રકલ્પ સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ7:00 PM IST
શાળાઓમાં ધોરણ ૧થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે મોબાઈલ પર આવી શકે છે પ્રતિબંધ! : ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઇલ ફોનના વધતા ઉપયોગને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ : ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરીને ધોરણ ૧થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી 11:01 AM IST
શહેરમાં ફરાળી ખાદ્યચીજોના સ્થળે ફુડ શાખાનું ચેકિંગઃ૧૨ કિલો પેટીસ અને ચીપ્સનો નાશ : મનપા દ્વારા વિવિધ વિસ્તારોના ૭૭ ખાણીપીણીના વેપારીઓને ત્યાં તપાસઃ ૮ને નોટીસ : ઘી- પનીરના ૪ નમુના લેવાયાઃ કોઠારીયા- લક્ષ્મીનગર, યુનીવર્સીટી રોડ, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી કુલ ૯૮ કિલો અખાદ્ય ખોરાક પકડાયોઃ ફુડ શાખાની કાર્યવાહી3:54 PM IST
સમગ્ર દેશ ૧૫ ઓગષ્ટ-૧૯૪૭ ના રોજ આઝાદ થયેલ નથી, સને ૧૯૪૭-૧૫ ઓગષ્ટથી સને ૧૯૬૨-૧૬ ડિસેમ્બર સુધીના ૪ તબક્કામાં ભારતની સંપૂર્ણ પ્રજા ગુલામીમાંથી મુકત થઈ આઝાદ થયેલ ગોવાની પ્રજાએ મુકિત માટે સત્યાગ્રહ કરવો : પડેલઃ આ શાંત સત્યાગ્રહ દબાવવા પોર્ટુગીઝ શાસકોએ દમન આચરેલઃ જેમાં ગોવા મુકિત મોરચાના ૨૦૦ થી વધુ સત્યાગ્રહીઓ શહીદ થયેલા : ગોવાની પ્રજાને આઝાદી અપાવવા સને-૧૯૬ર-૧૬ મી ડિસેમ્બરે ભારતની સેનાએ આક્રમણ કરી પોર્ટુગીઝ લશ્કરના ૩૧ સૈનિકોને મોતને ઘાટ ઉતારેલ અને ૩૦૦૦ થી વધુ સૈનિકોએ ભારતના લશ્કરના શરણે આવેલ : આપણા બહાદુરજનોએ માત્ર ૩૬ કલાકમાં ગોવા મુકિત ઓપરેશન પાર પાડેલ : ૧૫-ઓગષ્ટ-૪૭ એ દેશના મોટા ભાગના પ્રદેશો આઝાદ થયેલઃ ૧૮-ઓગષ્ટ-૪૭ બંગાળના રાણાઘાટને કૃષ્ણનગરની પ્રજાને આઝાદી મળેલઃ ૩૧ ઓકટોબર-૫૪ ના રોજ પોંડીચેરી આઝાદ થયેલ અને ૧૬ ડિસેમ્બર-૬૨ ના રોજ લશ્કરે ગોવા અને તેના પ્રાંતોને આઝાદી અપાવેલ3:42 PM IST
પિતાએ હથોડાના ચાર ઘા ઝીંકી પુત્રની હત્યા કરી, લાશના નિકાલ માટે મુંજાતા પોલીસને જાણ કરી! : રાજકોટના આહિર ચોકમાં ૩૩ વર્ષના રામ સવસેટાને તેના જ ૬૫ વર્ષના પિતા બાબુભાઇએ ક્રુરતાથી પતાવી દીધો : દિકરાની હત્યા થતાં માતા હંસાબેને ફરિયાદ નોંધાવતાં કહ્યું-મારો પતિ સાવ હલકટ અને બારસલ્લો છે, ચોરી ચપાટી પણ કરે છે, મારો દિકરો તેને સુધરવાનું કહેતો તેથી તે ઝઘડો કરતો! : જન્મદિવસના આગલા દિવસે જ રામ સવસેટાની પિતાના હાથે હત્યાઃ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો : આરોપીએ પોલીસ સમક્ષ કહ્યું-મારા દિકરાને બધુ બ્રાન્ડેડ પહેરવાનો, મોજશોખમાં પૈસા ઉડાડવાનો શોખ હતોઃ મારું મકાન, દુકાનો સસ્તામાં વેંચી નાંખી મોજ કરતો હતોઃ ભક્તિનગર પીઆઇ જે. ડી. પરમાર, નિલેષભાઇ મકવાણા અને ટીમે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી2:39 PM IST
કુટુંબી ભાઇની પત્નિ સાથે પકડાઇ ગયેલો ભાવેશ બાદમાં પરિણીતાને બાઇકમાં બેસાડી ભગાડી ગયો! : સરધાર નજીકના ઉમરાળીમાં બનાવઃ પત્નિ ડેલી ખોલતી ન હોઇ પતિ વંડી ટપીને જતાં પ્રેમી સાથે મળી : સાવનભાઇની આજીડેમ પોલીસમાં કુટુંબી ભાઇ ભાવેશ વિરૂધ્ધ ફરિયાદઃ પત્નિ બે વર્ષના દિકરાને અને ઘરમાંથી દાગીના-રોકડ પણ સાથે લેતી ગઇઃ ભાવેશના માતા, બહેન, ભાઇએ આવીને પણ ગાળો દીધી : પત્નિને અને ભાવેશને પકડવા સાવને આટકોટ સુધી પીછો કર્યો, બાઇકમાં પેટ્રોલ ખુટતાં પરત ફર્યો3:54 PM IST
સ્વાતંત્ર્ય પર્વે કસ્તુરબાધામ (ત્રંબા) પોપ્યુલર સ્કૂલમાં કાલે દેશભક્તિ અને ટેકનોલોજીનો અનોખો સંગમ : એમટ્રોનફાઉન્ડેશન અને પોપ્યુલર સ્કુલ દ્વારા રોબોટિક્સ શો, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, રક્તદાન કેમ્પ, ફ્રી આરોગ્ય તપાસ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને સાંસ્કળતિક કાર્યક્રમનું આયોજન11:03 AM IST
રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં બી-ગ્રેડ કેમિકલ બનાવી ડીઝલની અવેજીમાં વેંચવાનું કારસ્તાનઃ બે પકડાયા : ચાર મહિનાથી ટ્રકચાલકોને વેંચાણ થતું હતું: એસઓજીએ ગેરકાયદે જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો કબ્જે કર્યો : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, કુવાડવા પીઆઇ એ. એન. જાની અને ટીમનો દરોડોઃ જયદિપસિંહ, ઉપેન્દ્રસિંહ, યશપાલસિંહની બાતમીઃ નમુના એફએસએલમાં મોકલાયા11:31 AM IST
માર્ગો ઉપર તિરંગાનું ધૂમ વેચાણ 2:24 PM IST
ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા. : નવા પરિપત્ર મુજબ પારદર્શક પદ્ધતિથી ભાવ નક્કી કરાયા: જૂના ભાવની સરખામણીએ ખેડૂતોની માંગણી અનુસાર ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે: વેગડવાવ ગામના સર્વે નંબર ૧૫૦ પૈકી ૯ ના ખેડૂતને જૂની પદ્ધતિથી રૂ. ૧૪.૫૭ લાખ સામે નવી પદ્ધતિથી મળવાપાત્ર થયા રૂ. ૫૮.૬૧ લાખ: ન્યાયી વળતરથી ખેડૂતોમાં સંતોષની લાગણી.9:34 PM IST
ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિર વિવાદમાં ખળભળાટ: સ્વ.મહંત તનસુખગીરી બાપુને સ્લો પોઈઝન આપી હત્યા કરવાના કાવતરાં અને નવાબી હાર સહિત સોના-ચાંદીના કિંમતી ઘરેણાં ગાયબ કરી મિલકત હડપવાના આક્ષેપોથી ધર્મપીઠમાં ગરમાવો : પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ૨૬ થી વધુ લોકોની સઘન પૂછપરછ, પાંચ દિવસ સુધી વીડિયોગ્રાફી સાથે પંચરોજકામ કરી કિંમતી અવેજોની છાનબીન હાથ ધરાતા સંત સમાજ અને ધાર્મિક વર્તુળોમાં ભારે ચકચાર : પોલીસ તપાસનો ધમધમાટ: ટૂંક સમયમાં મોટો અહેવાલ સોંપાશે4:36 PM IST
ભાવનગરના વાવડી ગામ પાસે ૫૧ લાખનો દારૂ પકડાયો10:55 AM IST
અમરેલી ખાતે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ટુ વ્હીલર ફોર ટુ" બાઈક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : માનવીય સંવેદના, પર્યાવરણ રક્ષણ અને સામાજિક સમરસતા વધારતી 'ટુ વ્હીલર ફોર ટુ' પહેલને આવકારતા મુખ્યમંત્રી : અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. ભરતભાઈ કાનાબાર દ્વારા મુખ્યમંત્રીનુ શાબ્દિક સ્વાગત કરીને મોમેન્ટો અર્પણ : શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા ,ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા, અગ્રણી નારણભાઈ કાછડીયા, પુર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, કલેકટર વિકલ્પ ભારદ્વાજ તેમજ જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના ઉપસ્થિત3:45 PM IST
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં અંતર્ગત અમરેલી જીલ્લાના વરસડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીઓના હસ્તે વૃક્ષારોપણ : ૧૦૦ એકરમાં ૫ હજારથી વધુ વૃક્ષોના વાવેતરનું મહાઅભિયાન : સદ્દભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી ૧૦૦ એકરમાં ૫ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર :અમરેલીને હરિયાળું બનાવવા ડૉ.ઇન્દિરાબેન મહેતા અને કૃષ્ણકાંત મહેતાનું રૂ.૫ કરોડનું દાન : મુખ્યમંત્રીનુ સદ્દભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરિયા તથા ટીમ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત : પંચાયત ટીમ, જિલ્લા તથા તાલુકા પંચાયત, તાલુકા સંગઠન તથા ગ્રામ અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનુ અભિવાદન4:11 PM IST
કચ્છના ગાંધીધામમા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કચ્છની જિલ્લાકક્ષાની વિશાળ તિરંગા યાત્રા યોજાઈ : ‘વંદે માતરમ્... મા ભારતી'ના નારાઓથી ગાંધીધામ શહેર ગૂંજી ઉઠ્યું : શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યશ્રીઓ અને કલેક્ટર અનિલ રાણાવસિયા, અગ્રણી ધવલ આચાર્ય સહિતનાની ઉપસ્થિતિ3:00 PM IST
મોરબીમાં ‘સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોર’ ની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાનો રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે પ્રારંભ. : ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે મહિલા સ્વરોજગારને પ્રોત્સાહન આપવા ૫૦ જેટલા વિવિધ સ્ટોલનું કરાયું આયોજન: હસ્તકલા, બાંધણી, સજાવટ અને ઘરવપરાશની વસ્તુઓના વેચાણ થકી મહિલા આર્થિક સશક્તિકરણના આ મહાયજ્ઞમાં સહભાગી બનવા મોરબીવાસીઓને જાહેર અપીલ.10:30 PM IST
જામનગર સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ ‘ઇન્ટર હાઉસ સ્વિમિંગ ચેમ્પિયનશિપ’મા સરદાર પટેલ હાઉસે ‘ઇન્ટર હાઉસ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭’નો ખિતાબ મેળવ્યો : ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ નેહરુ હાઉસના કેડેટ જ્ઞાન મૈતીને ‘બેસ્ટ ઇમર્જિંગ સ્વિમર’ તથા ટાગોર હાઉસના કેડેટ યુવરાજ સિંહ જાડોનને ‘બેસ્ટ સ્વિમર’ તરીકે પસંદગી : ૨૫ મીટર ફ્રીસ્ટાઇલ, ૨૫ મીટર બ્રેસ્ટસ્ટ્રોક, ૨૫ મીટર બેકસ્ટ્રોક તથા ૪×૨૫ મીટર મેડલી રિલે જેવી વિવિધ સ્વિમિંગ સ્પર્ધાઓ યોજાઈ 4:47 PM IST
અમરેલી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓની સાહસ-શોર્યગાથા વર્ણવતી પ્રદર્શની ભુપેન્દ્રભાઈ પટેલે નિહાળી : સ્વાતંત્ર્ય સંગ્રામના અમર નાયકોની ગાથા નવી પેઢી સુધી પહોંચાડતી દિપક હાઈસ્કૂલની અનોખી પહેલને મુખ્યમંત્રીએ બિરદાવી : અમરેલીની ધરતીના ૭૫ સ્વાતંત્ર્ય સેનાનીઓની ગાથા વર્ણવતી સચિત્ર પ્રદર્શનીનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ : રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાથી લઈને ઉમંગરાય છાટબાર સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન અને સંઘર્ષની ઝલક પ્રદર્શનમાં રજૂ4:23 PM IST
શૌર્ય, સાહસ અને સજ્જતાનો સંગમ : ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીમાં નિહાળ્યું ગુજરાત પોલીસનું શસ્ત્ર પ્રદર્શન : ચેતક કમાન્ડો સહિતના દળોની શસ્ત્ર શક્તિ નિહાળીને મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસને બિરદાવી : રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતે ગુજરાત પોલીસનું શસ્ત્ર પ્રદર્શન : ૭.૬૨ મીમી સ્નાઇપર રાઇફલ (ઇશાપોર), ગેલિલ સ્નાઇપર રાઇફલ, એન્ટી મટિરિયલ રાઇફલ, એકે-૪૭, ૭.૬૨ મીમી ઘાતક રાઇફલ, સિગ સોઅર ૫.૫૬ મીમી એસએફ રાઇફલ, એક્સકેલિબર અને ઇન્સાસ રાઇફલ, ૩૦ મીમી ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, ૪૦ મીમી અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર, ગ્લોક પિસ્તોલ, એમપી-૫ સબ-મશીનગન, જેવીપીસી અને અમોઘ કાર્બાઇન સહિતના શસ્ત્રો પ્રદર્શિત4:13 PM IST
સોશિયલ મીડિયાના અવરોધને છોડી લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ મંત્ર જ પ્રગતિનો સાચો માર્ગ : સંસ્કાર, સશક્તિકરણ અને સમય વ્યવસ્થાપન જ સફળતાની ચાવી : કોઈપણ કાર્યમાં પરસ્પર વિશ્વાસ અને સાથે મળીને કરવામાં આવતા પ્રબળ પ્રયાસો જ દેશને બમણી ગતિથી આગળ લઈ જાય છે : ભૂપેન્દ્રભાઈ પટેલ : રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના અવસરે અમરેલી પધારેલા મુખ્યમંત્રીએ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની મુલાકાત લઈને વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ કર્યો : ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા,કૃષિ મંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ ભરતભાઈ સુતરીયા સહિતના ઉપસ્થિત3:31 PM IST
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલીમાં આગમન : સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિને પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવના દર્શન-પૂજા કરી રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી : મુખ્યમંત્રીએ સાદગી અને સ્નેહસભર ભાવે ભાવિકો સમક્ષ શ્રદ્ધાભેર"મહાદેવ... મહાદેવ" નો નાદ કરી અભિવાદન કર્યું : જીતુભાઈ વાઘાણી,કૌશિકભાઈ વેકરીયા, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, પોલીસ વડા સંજય ખરાત સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત1:01 PM IST
અમરેલીના સાવરકુંડલા રોડ સ્થિત અમરેલી નગરપાલિકા સંચાલિત શેલ્ટર હાઉસ પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થતાં ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો : ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના અન્વયે રૂ. ૪ કરોડના ખર્ચે "ગ્રીન અમરેલી, ક્લિન અમરેલી"ની નેમ સાકાર થશે : પ્રસ્તાવિત ઓક્સિજન પાર્ક સહિત વિવિધ મુખ્ય માર્ગો પર ૧૩ હજાર જેટલા વૃક્ષોના વાવેતર થકી 'હરિયાળા શહેર'નો સંકલ્પ સિદ્ધ થશે : જિલ્લા પ્રભારી અને કેબિનેટ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ2:09 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન : કેપ્ટન હરમનપ્રીત સિંહની ધમાકેદાર હેટ્રિકના જોરે મલેશિયાને ૪-૨થી હરાવીને ભારતે નોંધી સતત ચોથી ભવ્ય જીત : જલંધરના ઓલંપિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ શાનદાર ગોલ ફટકારીને ટીમને અપાવી વિજયી સરસાઈ : સુખજીત સિંહે પણ કર્યો એક નોંધપાત્ર ગોલ11:25 PM IST
દિગ્ગજ ફિલ્મમેકર સંજય ગુપ્તાના અચાનક નિધનથી ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કાબિલ ૨' પર છવાયા અનિશ્ચિતતાના ઘેરા વાદળો: પ્રોજેક્ટને લઈને સર્જાયું મોટું સસ્પેન્સ : સ્ક્રીપ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું છતાં શૂટિંગની તારીખો અને કાસ્ટિંગ અંગે કોઈ અંતિમ નિર્ણય ન લેવાતા ફિલ્મનું ભવિષ્ય હવે રોશન પરિવારના હાથમાં; શું નવેસરથી આગળ વધશે આ સિક્વલ?10:55 PM IST
દિગ્ગજ ફિલ્મમેકર સંજય ગુપ્તાના અચાનક નિધનથી ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કાબિલ ૨' પર છવાયા અનિશ્ચિતતાના ઘેરા વાદળો: પ્રોજેક્ટને લઈને સર્જાયું મોટું સસ્પેન્સ : સ્ક્રીપ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું છતાં શૂટિંગની તારીખો અને કાસ્ટિંગ અંગે કોઈ અંતિમ નિર્ણય ન લેવાતા ફિલ્મનું ભવિષ્ય હવે રોશન પરિવારના હાથમાં; શું નવેસરથી આગળ વધશે આ સિક્વલ?10:55 PM IST
આરઝુનો કાલે જન્મદિન4:09 PM IST
ગોંડલના યુવા એડવોકેટ હિતેશભાઈ રામાણીનો જન્મદિવસ10:40 AM IST



























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી







































































































































































































