તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
દિલ્હી વિધાનસભા જીતવા ભાજપે ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
પીએમ મોદી, જેપી નડ્ડા સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, હેમા માલિની, રવિ કિશન સહિત ૪૦ સ્ટાર પ્રચારકો

નવી દિલ્હી, તા.૧૬: ભારતીય જનતા પાર્ટીએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપાએ આ લિસ્ટમાં ૪૦ મુખ્ય નેતાઓને દિલ્હી જીતાડવાની જવાબદારી સોંપી છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે બુધવારે આ સંદર્ભમાં ચૂંટણી પંચને પત્ર લખી દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના ચૂંટણી પ્રચારમાં ભાગ લેનારા નેતાઓના નામ આપ્યા હતા. પીએમ મોદી, જેપી નડ્ડા સહિત ૪૦ સ્ટાર પ્રચારકોનું લીસ્ટ સોંપ્યું હતું.
યાદીમાં આ નેતાઓના નામઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગળહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી સરદાર પટેલ હરદીપ સિંહ પુરી, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સહિતના નેતાઓને જવાબદારી સોંપી છે.
આ મુખ્યમંત્રીઓને પણ સ્ટાર પ્રચારોકમાં મળ્યું સ્થાનઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની.
આ ઉપરાંત દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઓડિશા ભાજપ નેતા બૈજયંત જય પાંડા, અતુલ ગર્ગ, ડૉ. અલ્કા ગુર્જર, હર્ષ મલ્હોત્રા, કેશવ પ્રસાદ મૌર્ય, પ્રેમચંદ બૈરવા, સમ્રાટ ચૌધરી, ડૉ. હર્ષ વર્ધન, હંસરાજ હંસ , મનોજ તિવારી, રામવીર સિંહ બિધુરી, યોગેન્દ્ર ચાંડોલિયા, કમલજીત સિંહ સેહરાવત, પ્રવીણ ખંડેલવાલ, બાંસુરી સ્વરાજ, સ્મળતિ ઈરાની, અનુરાગ ઠાકુર, હેમા માલિની, રવિ કિશન, દિનેશ લાલ યાદવ (નિરહુઆ) અને સરદાર રાજા ઇકબાલ સિંહને ભાજપના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
