News of Friday, 17th January 2025
કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂતા દર્દીઓના પરિવારજનોની હાલત જાણવા રાહુલ ગાંધી મોડી રાત્રે દિલ્હી એઈમ્સ પહોંચ્યા
કોંગ્રેસના નેતાએ કેન્દ્ર અને દિલ્હી સરકાર પર દર્દીઓ પ્રત્યે ‘અસંવેદનશીલતા' દાખવવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી, તા.૧૭: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી એઈમ્સની મુલાકાત લીધી હતી. કોંગ્રેસ નેતા સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારોને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી. આ મુલાકાત પછી, કોંગ્રેસના નેતાએ કેન્દ્ર અને દિલ્હી સરકાર પર દર્દીઓ પ્રત્યે ‘અસંવેદનશીલતા' દાખવવાનો આરોપ લગાવ્યો.
રાહુલ ગાંધીની આ મુલાકાતના ફોટા કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યા છે. ફોટા સાથે લખ્યું હતું કે, ‘દૂર દૂરથી સારવાર માટે આવેલા લોકો અહીં રસ્તાઓ, ફૂટપાથ અને સબવે પર સૂવા માટે મજબૂર છે.' મોદી સરકાર અને દિલ્હી સરકારે તેમને તેમના પોતાના હાથમાં છોડી દીધા છે. તેણે પોતાની જવાબદારીથી મોઢું ફેરવી લીધું છે.
કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આગળ લખ્યું, સારવાર માટે મહિનાઓથી રાહ જોવી, સરકારની અસુવિધા અને અસંવેદનશીલતા - આ આજે દિલ્હી એઇમ્સની વાસ્તવિકતા છે. પરિસ્થિતિ એવી છે કે જે લોકો દૂર દૂરથી પોતાના -યિજનોની બીમારીનો બોજ લઈને આવ્યા છે, તેઓ આ કડકડતી ઠંડીમાં ફૂટપાથ અને સબવે પર સૂવા માટે મજબૂર છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
