<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

૨૨ વર્ષ મોટા પતિથી કંટાળી ગઈ તો ભાણેજ પર ફીદા થઈ ગઈ મામી

પોલ ખુલતા અડધી રાતે કાંડ કર્યો : મામાની હત્‍યા કરી નાખી

ફિરોજાબાદ, તા.૧૭: કહેવાય છે કે મામા-ભાણેજનો સંબંધ ખાસ હોય છે. પણ યૂપીના ફિરોજાબાદમાં આ સંબંધના ધજાગરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. ફિરોજાબાદમાં એક ભાણેજ મામી સાથે મળીને મામાની હત્‍યા કરી નાખી. ભાણેજ મામી પર ફિદા થઈ ગયો હતો અને મામા તેમના રસ્‍તામાં આવી રહ્‍યા હતા, તેથી મામાને રસ્‍તામાંથી હટાવાનો પ્‍લાન બનાવી નાખ્‍યો. રાતમાં સુતી વખતે ભાણેજે હત્‍યા કરી અને ફરાર થઈ ગયો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આરોપી ભાણેજ અને મામીની ધરપકડ કરી લેવામાં આવી છે.

કહેવાય છે કે, આખો મામલો ખૈરગઢના વૈરની ગામનો છે. સત્‍યેન્‍દ્ર નામના યુવકના લગ્ન ૮ મે ૨૦૨૧માં રોશની નામની એક યુવતી સાથે થયા હતા. બંને વચ્‍ચે ઉંમરનો ઘણો તફાવત હતો. સત્‍યેન્‍દ્ર રોશનીથી લગભગ ૨૨ વર્ષ મોટો હતો. લગ્ન બાદ સત્‍યેન્‍દ્રની પત્‍નીએ એક દીકરીને જન્‍મ આપ્‍યો હતો. થોડા સમય બાદ રોશનીનો પ્રેમ સંબંધ ટૂંડલાના અલીનગર કેજરામાં રહેતા સત્‍યેન્‍દ્રના ભાણેજ ગોવિંદ સાથે થયો.

રોશની અને ગોવિંદ એકબીજાને પ્રેમ કરવા લાગ્‍યા, જેની જાણ સત્‍યેન્‍દ્રને થઈ ગઈ. સત્‍યેન્‍દ્ર રોશની વચ્‍ચે આ વાતને લઈને ખૂબ ઝઘડા થતા હતા. રોશનીએ ભાણેજ ગોવિંદ સાથે મળીને પોતાના પતિ સત્‍યેન્‍દ્રની હત્‍યા કરવાનું કાવતરું રચ્‍યું. ૬ મહિનાથી હત્‍યાનું ષડયંત્ર રચાઈ રહ્‍યું હતું. ૧૪ જાન્‍યુઆરીની સાંજે ગોવિંદ પોતાના મામા સત્‍યેન્‍દ્રના ઘર પર આવી ગયો. ખાવાનું ખાધા બાદ બધા સૂઈ ગયા.

કહેવાય છે કે સત્‍યેન્‍દ્ર પોતાના ગામમાં આવેલા એક રૂમમાં સૂતો હતો, જ્‍યાં તમામ લોકો એકસાથે સૂઈ રહ્‍યા હતા. ગાઢ નીંદરમાં સૂતા બાદ ભાણેજ ગોવિંદ મામા સત્‍યેન્‍દ્રની હત્‍યા કરી નાખી. હત્‍યા કર્યા બાદ ગોવિંદ ત્‍યાંથી ફરાર થઈ ગયો. સવારે જ્‍યારે લોકોએ સત્‍યેન્‍દ્રની લાશ જોઈ તો પોલીસને સૂચના આપી. ઘટનાસ્‍થળેથી પોલીસે લાશને કબજામાં લીધી અને તપાસ શરૂ કરી દીધી.

એસપી દેહાત અખિલેશ ભદોરિયાએ જણાવ્‍યું કે, મળતક સત્‍યેન્‍દ્રના ભાઈ શત્રુઘ્‍ને પોતાના ભાઈની હત્‍યાનો રિપોર્ટ ભાઈની પત્‍ની અને ભાણેજ વિરુદ્ધ નોંધાવ્‍યો છે. પોલીસે આરોપી ભાણેજ ગોવિંદ અને સત્‍યેન્‍દ્રની પત્‍ની રોશનીની ધરપકડ કરી લીધી. પૂછપરછ બાદ ભાણેજે જણાવ્‍યું કે તેને મામી સાથે પ્રેમ હતો. તેના કારણે મામાની હત્‍યા કરી નાખી. પોલીસ બંને આરોપીઓ સાથે પૂછપરછ કરી રહી છે.

(10:00 AM IST)