News of Friday, 17th January 2025
સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર : ૨૦૨૫માં પણ અમેરિકાનો દબદબો અકબંધ
અમેરિકા પછી રશિયા અને ચીનનો નંબર આવે છે : આ પછી ભારત, દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ કિંગડમ લશ્કરી શક્તિની દ્રષ્ટિએ ફ્રાન્સ સાતમા ક્રમે : ભારતે પણ યાદીમાં ટોપ-૫માં સ્થાન મેળવ્યું : પાકિસ્તાન ટોપ ૧૦માંથી બહાર થઈ ગયું છે : પાકિસ્તાન ૧૨મા નંબર પર

વોશિંગ્ટન, તા.૧૭: ગ્લોબલ ફાયરપાવર દ્વારા વર્ષ ૨૦૨૫ માટે લશ્કરી શક્તિઓનું રેક્રિંગ જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં કુલ ૧૪૫ દેશો છે. આમાં, ટોચના ૩ એટલે કે સૌથી શક્તિશાળી અમેરિકા, રશિયા અને ચીન છે. આ યાદીમાં અમેરિકા ટોચ પર છે અને રશિયા લશ્કરી શક્તિમાં બીજા ક્રમે છે. ત્રીજો સૌથી શક્તિશાળી દેશ ચીન છે. ભારતે પણ યાદીમાં ટોપ-૫માં સ્થાન મેળવ્યું છે, જે ચોથા સ્થાને છે. દક્ષિણ કોરિયા પાંચમા ક્રમે છે. ગયા વર્ષે, ૨૦૨૪ માં પણ, આ પાંચ દેશો ટોચ પર હતા, એટલે કે, પ્રથમ પાંચ સ્થાનોમાં કોઈ ફેરફાર થયો નથી.
દસ સૌથી મોટી શક્તિઓની વાત કરીએ તો, બ્રિટન છઠ્ઠા ક્રમે, ફ્રાન્સ સાતમા ક્રમે, જાપાન આઠમા ક્રમે, તુર્કી નવમા ક્રમે અને ઇટાલી દસમા ક્રમે છે. આ વર્ષે પાકિસ્તાન ટોપ ૧૦ માંથી બહાર થઈ ગયું છે. પાકિસ્તાન ૧૨મા નંબર પર છે. ગયા વર્ષે, પાકિસ્તાન વૈશ્વિક લશ્કરી શક્તિની દ્રષ્ટિએ ૯મા ક્રમે હતું. આ વખતે, તે ત્રણ સ્થાન ગુમાવ્યું છે. પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને યુક્રેનનું રેક્રિંગ પણ આ વર્ષે નીચે ગયું છે. જ્યારે વેનેઝુએલા, કઝાકિસ્તાન અને જોર્ડનના પાવર ઇન્ડેક્સમાં સુધારો થયો છે. ભૂટાન યાદીમાં સૌથી નીચે છે, જે ૧૪૫મા ક્રમે છે.
ગ્લોબલ ફાયર પાવર નામની સંસ્થા દર વર્ષે આ રેક્રિંગ બહાર પાડે છે. ગ્લોબલ ફાયરરેપર મિલિટરી પાવર રેક્રિંગ પાવર ઇન્ડેક્સ સ્કોર બનાવવા માટે ૬૦ થી વધુ પરિબળોને ધ્યાનમાં લે છે. આમાં લશ્કરી એકમોની સંખ્યા, નાણાકીય પરિસ્થિતિ, લોજિસ્ટિક્સ ક્ષમતા અને ભૂગોળ જેવી શ્રેણીઓનો સમાવેશ થાય છે. ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ (GFP) માં ઓછો સ્કોર દેશની વધુ લશ્કરી શક્તિ દર્શાવે છે.
યુનાઇટેડ સ્ટેટ્સે સૌથી ઓછો પાવર ઇન્ડેક્સ Pwr (૦.૭૪૪) હાંસલ કર્યો છે, તેથી તે ટોચ પર છે. રશિયાનો પાવર ઇન્ડેક્સ ૦.૭૮૮ છે. ચીનનો સ્કોર પણ ૦.૭૮૮ છે. જોકે, ચીનને ત્રીજા નંબરે રાખવામાં આવ્યું છે. આ પછી, ભારતને ૦.૧૧૮૪ અને દક્ષિણ કોરિયાને ૦.૧૬૫૬ નો સ્કોર મળ્યો. રેક્રિંગમાં સૌથી નીચે રહેલા ભૂટાનનો પાવર ઇન્ડેક્સ સ્કોર ૬.૩૯૩૪ છે.
જો આપણે એશિયન દેશોની વાત કરીએ તો, ચીન, ભારત, દક્ષિણ કોરિયા અને જાપાને ટોપ-૧૦માં પોતાનું સ્થાન બનાવ્યું છે. જોકે, આ વર્ષે બીજો એક એશિયન દેશ, પાકિસ્તાન, ટોપ-૧૦માંથી બહાર થઈ ગયો છે. આફ્રિકામાં, ઇજિપ્ત (યાદીમાં ૧૯મા ક્રમે) અને નાઇજીરીયા (૩૧મા ક્રમે) સૌથી શક્તિશાળી દેશો બન્યા છે. જો આપણે યુરોપની વાત કરીએ તો, આ વર્ષે પણ બ્રિટન, ફ્રાન્સ અને જર્મની યાદીમાં પ્રભુત્વ ધરાવે છે. આ યાદીમાં ઇઝરાયલને ૧૫મું સ્થાન મળ્યું છે. તેના પછી ઈરાન (૧૬) આવે છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
