News of Friday, 17th January 2025
સૈફ અલી ખાન કેસમાં એક શકમંદ પકડાયો :મુંબઈ પોલીસ દ્વારા પૂછપરછ
સૈફ અલી ખાનને કરોડરજ્જુમાં ઊંડો ઘા થયો :તબીબોનું કહેવું છે કે તેની કરોડરજ્જુને 2 એમએમના અંતરથી બચાવી લેવામાં આવી

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે એક શકમંદની અટકાયત કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ચોરીના ઈરાદે ઘુસ્યો હતો. સૈફ અલી ખાન ખતરાની બહાર છે મુંબઈ પોલીસે આ કેસમાં એક શકમંદની અટકાયત કરી હતી
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગુરુવારે રાત્રે 2 વાગ્યે એક શંકાસ્પદ આરોપીએ હુમલો કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યા હતા. સૈફની નોકરાણીએ પોલીસને જણાવ્યું કે હુમલાખોરે 1 કરોડ રૂપિયા માંગ્યા હતા. આ મામલે રાહતની વાત એ છે કે અભિનેતા ખતરાની બહાર છે.
સૈફ અલી ખાન પરના હુમલાએ બધાને ચોંકાવી દીધા છે. પોલીસના હાથમાં સીસીટીવી ફૂટેજ છે, જેમાં શંકાસ્પદ ઈમારતમાંથી ભાગતો જોઈ શકાય છે. આ કેસમાં મુંબઈ પોલીસે પૂછપરછ માટે એક અજાણ્યા શંકાસ્પદની અટકાયત કરી છે.
સૈફ અલી ખાન લોહીથી લથબથ મુંબઈની લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો. તબીબોનું કહેવું છે કે હાલમાં તેમની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. જો કે તેની હિલચાલ પર એક સપ્તાહ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે
સૈફ અલી ખાનને કરોડરજ્જુમાં ઊંડો ઘા થયો છે. તબીબોનું કહેવું છે કે તેની કરોડરજ્જુને 2 એમએમના અંતરથી બચાવી લેવામાં આવી છે.
અભિનેતા સૈફ અલી ખાનને લઈને ડોક્ટરોએ ઘણા મોટા અપડેટ આપ્યા છે. તાજેતરના નિવેદન મુજબ, સૈફ તૈમૂરને તેની સાથે હોસ્પિટલમાં લઈ ગયો હતો.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
