News of Friday, 17th January 2025
પાકિસ્તાનમા ભ્રષ્ટાચારના કેસમાં ઈમરાન ખાન અને બુશરા બીબી દોષિત, પૂર્વ પીએમને 14 વર્ષની અને પત્નીને સાત વર્ષની જેલની સજા
જો તે બંને દંડ ભરવામાં અસમર્થ હોય તો પૂર્વ વડાપ્રધાનને છ મહિનાની વધારાની સજા અને બુશરાએ ત્રણ મહિનાની સજા ભોગવવી પડશે

ઈસ્લામાબાદ તા.૧૭
અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં કોર્ટે પૂર્વ પીએમ ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા સંભળાવી છે. જ્યારે તેની પત્ની બુશરા બીબીને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઈમરાન ખાન પર 10 લાખ રૂપિયા અને તેની પત્ની પર 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.
પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે પૂર્વ પીએમ ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવ્યા છે. પૂર્વ પીએમ ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જ્યારે તેની પત્ની બુશરા બીબીને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઈમરાન ખાન પર 10 લાખ અને તેની પત્નીને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો તે બંને દંડ ભરવામાં અસમર્થ હોય તો પૂર્વ વડાપ્રધાનને છ મહિનાની વધારાની સજા અને બુશરાએ ત્રણ મહિનાની સજા ભોગવવી પડશે.
ભ્રષ્ટાચાર વિરોધી અદાલતના ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાએ અલ-કાદિર ટ્રસ્ટમાં લગભગ 50 અબજ પાકિસ્તાની રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી NABની અરજીની સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો. કોર્ટમાં સુનાવણી દરમિયાન પ્રોસીક્યુટર જનરલ સરદાર મુઝફ્ફર અબ્બાસીના નેતૃત્વમાં નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી)ની ટીમ હાજર હતી. આ સિવાય પૂર્વ પીએમ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબર, પીટીઆઈના બેરિસ્ટર ગૌહર ખાન, શોએબ શાહીન, સલમાન અકરમ રાજા અને અન્ય વકીલો જેલમાં હાજર હતા.
ઈસ્લામાબાદની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતના ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાએ 18 ડિસેમ્બરે જ આ કેસની સુનાવણી પૂર્ણ કરી હતી. તેઓ આ મામલે ત્રણ વખત નિર્ણય સ્થગિત કરી ચૂક્યા છે. ચુકાદો જાહેર થતાં જ પોલીસે બુશરા બીબીને કસ્ટડીમાં લઈ લીધી હતી. ચુકાદામાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. જ્યારે બુશરા બીબી ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલી હોવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. ન્યાયાધીશે અધિકારીઓને અલ-કાદિર ટ્રસ્ટ યુનિવર્સિટીને સરકારને સોંપવાનો નિર્દેશ આપ્યો. નિર્ણય બાદ અદિયાલા જેલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઈમરાન ખાને કહ્યું કે આ નિર્ણયથી ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. આ બાબતમાં ન તો મને ફાયદો થયો અને ન તો સરકારને નુકસાન થયું. મને કોઈ રાહત નથી જોઈતી અને તમામ બાબતોનો સામનો કરીશ. તેમણે કહ્યું કે એક સરમુખત્યાર આ બધું કરી રહ્યો છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
