<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયા માટે લડી રહેલા ૧૨ ભારતીયોના મૃત્યુ:૧૬ હજુ પણ લાપતા

.તેમણે કહ્યું કે ૯૬ ભારતીયો પરત ફર્યા છે અને ૧૮ હજુ ભારત આવવાના બાકી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયા વતી લડી રહેલા 126 ભારતીયોમાંથી 12 માર્યા ગયા છે, અને 16 હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે ૯૬ ભારતીયો પરત ફર્યા છે અને ૧૮ હજુ ભારત આવવાના બાકી છે.

કેરળના 32 વર્ષીય બિનિલ બાબુ રશિયામાં મોરચા પર લડતા શહીદ થયા. વિદેશ મંત્રાલયે તેને એક દુ:ખદ ઘટના ગણાવી અને કહ્યું કે ભારતીય દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે જેથી બિનિલના મૃતદેહને વહેલી તકે ભારત લાવવામાં આવે.


આ ઉપરાંત, વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે તેઓ રશિયામાં ફસાયેલા ભારતીયોની મુક્તિ અને તેમના સ્વદેશ પરત ફરવા માટે કામ કરી રહ્યા છે.

(5:59 PM IST)