<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

જમ્મુ કાશ્મીરમાં રહસ્યમય બીમારીના કારણે 16 લોકોનો જીવ લીધો

રાજોરી જિલ્લાના બંધાલ ગામમાં એક 9 વર્ષની બાળકીનો રહસ્યમય બીમારીએ ભોગ લીધો : ગામમાં 7 થી 16 ડિસેમ્બર દરમિયાન બે પરિવારના 9 સભ્યોનો મૃત્યુ પામ્યા

જમ્મુ કાશ્મીરમાં એક રહસ્યમય બીમારીએ હજુ સુધીમાં 16 લોકોનો જીવ લીધો છે. રાજોરી જિલ્લાના બંધાલ ગામમાં બુધવારે રાત્રે એક 9 વર્ષની બાળકીએ આ બીમારીના કારણે જીવ ગુમાવ્યો. ગામમાં 7 થી 16 ડિસેમ્બર 2024 સુધી બે પરિવારના 9 સભ્યો મૃત્યુ પામ્યા છે. 11 જાન્યુઆરીએ મોહમ્મદ અસલમના 6 બાળક બીમાર થયા, જેમાંથી ચારનું મોત થઈ ગયું.

12 જાન્યુઆરીએ કે 10 વર્ષની દીકરીનું મોત થયું. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી સકીના મસૂદે ગામમાં થયેલી મોત માટે રહસ્યમય બીમારી થવાની શંકા નકારી છે. તેમનું કહેવું છે કે રાજ્યના અંદર અને બહાર થયેલી તપાસના દરેક રિઝલ્ટ નેગેટિવ આવ્યા છે. એવામાં સવાલ થાય છે કે આ બીમારી શું છે અને આના શું લક્ષણ દેખાય છે

મંત્રી સકીના મસૂદે કહ્યું છે કે જો આ મોત કોઈ રહસ્યમયી બીમારીથી થયા છે તો હજુ સુધી આ ઝડપથી ફેલાઈ ગઈ હોત પરંતુ આ માત્ર ત્રણ પરિવારો સુધી જ સીમિત છે. જોકે, અમુક હેલ્થ એક્સપર્ટે મૃતકના સેમ્પલમાં 'ન્યૂરોટોક્સિન' મળવાની વાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે નેશનલ અને ઇન્ટરનેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટથી આ બીમારી પર મદદ માંગી છે. જેમાં પૂણે ICMR, દિલ્હીની NCDC, ગ્વાલિયરનું DRDO અને PGI ચંડીગઢ છે. આમાંથી કોઈ પણ તપાસમાં નેગેટિવ રિઝલ્ટ નથી આવ્યા. પાણી અને ખોરાકના સેમ્પલની તપાસમાં પણ કોઈ ઝેરી ચીજ નથી મળી

ન્યૂરોટોક્સિન એક પ્રકારનું કેમિકલ હોય છે, જે મગજ અને નર્વસ સિસ્ટમને ખરાબ રીતે અસર પહોંચાડી શકે છે. આ ખોરાક, કિટનાશક, કોઈ જીવજંતુ કરડવા પર કે અન્ય માધ્યમોથી શરીરમાં પહોંચી શકે છે. આ કેટલો ખતરનાક હોઈ શકે છે તે આની માત્રા અને પ્રકાર પર આધાર રાખે છે. આની વધારે માત્રા ઘણી ખતરનાક બિમારીઓને પેદા કરી શકે છે.

ન્યૂરોટોક્સિનના લક્ષણો

માથું દુખવું અને ચક્કર આવવા,થાક અને કમજોરીયાદશક્તિ અને એકાગ્રતા ઘટવી,મૂડ સ્વિંગ અને તણાવ,પાચન સંબંધિત સમસ્યાસ્કીન અને વાળની સમસ્યા

હેલ્ધી ખોરાક લેવો, તાજા ફળ, શાકભાજી અને આખા અનાજનું સેવન કરવું.પૂરતુ પાણી પીવાથી બોડી ડિટોક્સ થાય છે અને ગંદકી બહાર નિકળે છે.રેગ્યુલર એક્સરસાઇઝથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે.યોગ, મેડીટેશન અને અન્ય માધ્યમોથી તણાવ ઘટાડવો.કિતનાશક અને અન્ય વિષાક્ત પદાર્થોથી બચવું.નિયમિત તપાસ કરાવવી. 

(7:18 PM IST)