News of Friday, 17th January 2025
પ્રયાગરાજ મહાકુંભમાં સસ્તા ભાવમાં ટેન્ટ સિટીમાં બુકિંગ કરાવી શકો છો :IRCTCએ શાનદાર ટેન્ટ સિટી બનાવી
ટેન્ટ સિટીમાં રૂમ બુક કરવા માટે તમે IRCTCની આધિકારિક વેબસાઇટ પર જઈ શકો છો અથવા Customer Support Number 1800110139 પર કોલ પણ કરી શકો છો

નવી દિલ્હી : IRCTCના મહાકુંભ ગ્રામના નામે સંગમ નગરી પ્રયાગરાજમાં એક ટેન્ટ સિટી બનાવી છે. આ ટેન્ટ સિટી 25, અરેલ રોડ, નેની, પ્રયાગરાજમાં છે. આ ટેન્ટ સિટીમાં બે પ્રકારના રૂમ ઉપલબ્ધ છે. પહેલો સુપર ડિલક્સ અને બીજા છે વિલા. સુપર ડિલક્સ રૂમનું ભાડું 2 લોકો માટે ₹16,200 + 18% GST છે, જેમાં નાસ્તો, લંચ અને ડિનર સામેલ છે. જો તમે વિલય બુક કરાવો છો તો તેની માટે તમારે ₹18,000 + 18% GST ચૂકવવા પડશે, આમાં પણ નાસ્તો, લંચ અને ડિનર સામેલ છે.
જો તમે અલગ બેડની જરૂર પડે છે તો સુપર ડિલક્સમાં ₹5,000 અને વિલામાં ₹7,000ની ફી લાગશે. પ્રમુખ સ્નાનના દિવસે બુકિંગ ઓછામાં ઓછા 3 દિવસ માટે કરવાની હોય છે. જેથી તમને તમામ સુવિધા મળે. આ દરમિયાન, રૂમમાં બે મોટા એન 6 વર્ષથી નાના બાળકો રહી શકે છે, અથવા 11 વર્ષથી ઓછી ઉંમરના બે બાળકો પણ રહી શકે છે.
ટેન્ટ સિટીમાં તેમ 6 વર્ષ સુધીના બાળકોને મફતમાં પોતાના રૂમમાં રાખી શકો છો. જો વધારે બેડની જરૂર હોય તો તેની માટે તમારે અલગથી પેમેન્ટ કરવું પડશે. આનું બુકિંગ પણ ત્રણ દિવસનું હોવું જોઈએ. જો એક ગ્રુપ સાથે મહાકુંભમાં જઈ રહ્યા છો, તો તમને ગ્રુપ બુકિંગમાં ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.
ટેન્ટ સિટીમાં રૂમ બુક કરવા માટે તમે IRCTCની આધિકારિક વેબસાઇટ પર જઈ શકો છો અથવા Customer Support Number 1800110139 પર કોલ પણ કરી શકો છો. જો તમે ગ્રુપ બુકિંગ કરવા ઈચ્છો છો તો તમે [email protected] મેલ પણ કરી શકો છો. જણાવી દઈએ કે મહાકુંભ દરમિયાન પ્રમુખ સ્નાન 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી રહેશે. આ પ્રમુખ સ્નાનના દિવસે ઘણા લોકો સંગમમાં ડૂબકી લગાવવા માટે આવશે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
