તા. ૬ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૧ મંગળવાર
News of Friday, 17th January 2025
કેનેડિયન પીએમ પદ માટે ઉમેદવારી કરનાર ભારતીય મૂળના માતૃભાષા પ્રેમી સાંસદ ચંદ્ર આર્ય જાણો કોણ છે?
કર્ણાટકના તુમકુર જિલ્લાના વતની આર્યએ ધારવાડથી એમબીએ કર્યું ; આર્ય ખાલિસ્તાની વિરોધી રહ્યા છે. તેમણે કેનેડામાં મંદિરો પર થયેલા હુમલાની નિંદા કરી હતી.

જસ્ટિન ટ્રુડોએ કેનેડાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે કેનેડાના આગામી પીએમ કોણ હશે. આ દરમિયાન સમાચાર છે કે નેપિયનના ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્ય કેનેડાના વડાપ્રધાનની રેસમાં સામેલ થયા છે. તેમણે ઉમેદવારી નોંધાવી છે.
કર્ણાટકના તુમકુર જિલ્લાના વતની આર્યએ ધારવાડથી એમબીએ કર્યું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં તેમણે જાહેરાત કરી હતી કે તેઓ PM પદની રેસમાં સામેલ થવા જઈ રહ્યા છે. તાજેતરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના રાજીનામાની જાહેરાત કરી હતી, પરંતુ નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કેરટેકર તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.
મળતી માહિતી મુજબ, ચંદ્ર આર્યનો જન્મ કર્ણાટકના તુમકુરુમાં થયો હતો. આ સાથે તેમણે એમબીએનો અભ્યાસ ધારવાડથી કર્યો હતો. ભારતમાં અભ્યાસ કર્યા બાદ તેઓ 2006માં કેનેડા ગયા હતા. કેનેડામાં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. અગાઉ તેઓ આર્ય ઈન્ડો-કેનેડા ઓટાવા બિઝનેસ ચેમ્બરના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2015માં તેમણે પ્રથમ વખત કેનેડિયન ફેડરલ ચૂંટણી લડી. આ પછી વર્ષ 2019માં તેઓ ફરીથી જીત્યા અને સાંસદ બન્યા.
સૌથી મહત્વની વાત એ છે કે આર્ય ખાલિસ્તાન સમર્થકોની ટીકા કરતા રહ્યા છે. તેમણે કેનેડામાં હિંદુ મંદિરોને થયેલા નુકસાનની પણ નિંદા કરી છે. કેનેડાને સાર્વભૌમ દેશ બનાવવાના વચન સાથે તે રેસમાં ઉતર્યા છે. તેમણે કહ્યું કે હું આપણા રાષ્ટ્રનું પુનઃનિર્માણ કરવા અને ભાવિ પેઢીઓ માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે વધુ કાર્યક્ષમ સરકારનું નેતૃત્વ કરવા માંગુ છું.
તેમણે કહ્યું કે અમે નોંધપાત્ર માળખાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ જે પેઢીઓથી જોવામાં આવી નથી. તેમને ઉકેલવા માટે મુશ્કેલ વિકલ્પોની જરૂર પડશે. કેનેડિયનો માટે જે શ્રેષ્ઠ છે તે કરવા માટે મેં હંમેશા સખત મહેનત કરી છે. આપણે ભાવિ પેઢીઓ માટે સાહસિક નિર્ણયો લેવા જોઈએ. આ જરૂરી છે. જો લિબરલ પાર્ટીના આગામી નેતા તરીકે ચૂંટાઈશ તો હું મારા અનુભવનો ઉપયોગ કરીશ.
ઉલ્લેખનીય છે કે ભારતીય મૂળના કેનેડિયન સાંસદો એક સમયે કેનેડાના પૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડોના નજીકના માનવામાં આવતા હતા. જો કે, જસ્ટિન ટ્રુડોનું ભારત વિરોધી વલણ પ્રકાશમાં આવતાં જ આર્યએ ટ્રુડોથી પોતાને દૂર કરી દીધા. હવે તેમણે કેનેડાના પીએમ પદ માટે નોમિનેશન ફાઈલ કર્યું છે.
2022માં આર્ય કેનેડાના હાઉસ ઓફ કોમન્સને તેની માતૃભાષા કન્નડમાં સંબોધનાર પ્રથમ સાંસદ બન્યા. જસ્ટિન ટ્રુડોએ સોમવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી અનુગામી પસંદ કરે તે પછી તેઓ વડાપ્રધાન પદેથી રાજીનામું આપશે. ટ્રુડોના કાર્યકાળમાં ભારત સાથે કેનેડાના સંબંધો તંગ બન્યા હતા. ટ્રુડો ખાલિસ્તાન મુદ્દાને ઉકેલવામાં પણ અસફળ સાબિત થયા હતા.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
