News of Saturday, 18th January 2025
“ધરતીપુત્ર નંદિની” ફેમ કલાકાર અમન જયસ્વાલનું અકસ્માતમાં નિધન
જોગેશ્વરી હાઇવે પર તેની બાઇકને અકસ્માત નડયો: અમનના આકસ્મિક નિધનથી ‘ધરતીપુત્ર નંદિની’ની આખી ટીમ આઘાતમાં

મુંબઈ : ટીવી સિરીયલ “ધરતીપુત્ર નંદિની” ફેમ કલાકાર અમન જયસ્વાલનું(Aman Jaiswal)અકસ્માતમાં અવસાન થયું છે. જેમાં મળતી માહિતી મુજબ અમન ઓડિશન આપવા માટે જઇ રહ્યો હતો ત્યારે જોગેશ્વરી હાઇવે પર તેની બાઇકને અકસ્માત નડયો હતો. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.અમન જયસ્વાલની ઉંમર માત્ર 22 વર્ષની હતી.
ટીવી આર્ટિસ્ટ અમન જયસ્વાલ ઉત્તર પ્રદેશના બલિયાનો રહેવાસી હતો. તે ધરતીપુત્ર નંદિની’માં મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. અમન સોની ટીવીના શો ‘પુણ્યશ્લોક અહિલ્યાબાઈ’માં યશવંત રાવનું પાત્ર ભજવ્યુ હતું . આ શો જાન્યુઆરી 2021 માં શરૂ થયો હતો અને ઓક્ટોબર 2023 માં સમાપ્ત થયો હતો. અમનએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તે રવિ દુબે અને સરગુન મહેતાના શો ‘ઉડારિયાં’નો પણ હિસ્સો હતો. અમનના આકસ્મિક નિધનથી ‘ધરતીપુત્ર નંદિની’ની આખી ટીમ આઘાતમાં છે.
અમનને બાઇક ચલાવવાનો ખૂબ શોખ હતો.તે બાઇક ચલાવતી વખતે બધા વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતો હતો. અમન એક સારો ગાયક પણ હતો તેણે ગિટાર વગાડતા અનેક વીડિયો અપલોડ કર્યા છે. અમન જયસ્વાલના આકસ્મિક નિધન અંગે પરિવાર તરફથી કોઇ નિવેદન આવ્યું છે.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
