હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આયુષ્માન કાર્ડ મેળવવા માંગતા હોય તો યોગ્યતા કઈ રીતે તપાસવી ?: ફ્રી સારવારનો મળે છે લાભ
આ યોજના સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલ છે અને તેનો લાભ મેળવી રહ્યા છે

નવી દિલ્હી :ભારત સરકારની જે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તે પૈકી એક યોજના આયુષ્માન ભારત યોજના છે. આ યોજના સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલ છે અને તેનો લાભ મેળવી રહ્યા છે. આ યોજના અંતર્ગત ફ્રીમાં સારવાર મેળવી શકાય છે.
આ માટેનું કાર્ડ CSC સેન્ટરથી અથવા તો ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ બનાવી શકાય છે.
યોજના માટે આ રીતે યોગ્યતા અંગે તપાસ કરો
સ્ટેપ નંબર 1
જો તમે પણ આયુષ્માન કાર્ડ મેળવવા માંગતા હોય તો પહેલા તમારી યોગ્યતા તપાસો.જેના માટે તમારે પહેલા યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmjay.gov.in/ની મુલાકાત લેવી પડશે.ત્યારબાદ અહીં 'શું હું પાત્ર છું'વિકલ્પ પર ક્લિક કરો.પછી તમારો 10 અંકનો મોબાઇલ નંબર દાખલ કરો અને તેના પર મળેલ OTP અહીં દાખલ કરો.
પગલું નંબર 2
ત્યારબાદ તમારે સ્ક્રીન પર આપેલ કેપ્ચર કોડ દાખલ કરીને લોગિન કરો.તમને બે વિકલ્પ મળશે, જેમાં તમે પહેલા વિકલ્પમાં તમારા રાજ્ય અને બીજા વિકલ્પમાં તમારા જિલ્લાની વિગતો ભરો.પછી તમારે શોધવું પડશે જે તમારે આધાર કાર્ડ જેવા દસ્તાવેજ પસંદ કરવાના છે.તમારો આધાર નંબર દાખલ કરો અને પછી શોધો પર ક્લિક કરો ત્યારબાદ તમને પાત્રતા વિશે માહિતી મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
