News of Saturday, 18th January 2025
ભારતની એક માત્ર કોર્ટ જ્યાં એક પણ કેસ પેન્ડીંગ નથી
તમામ કેસોનો નિવેડો લાવી દીધોઃ આસામની એક કોર્ટે શાનદાર ઉદાહરણ રજૂ કર્યુ

ચિરાંગ, તા.૧૮: ભારતમાં નિચલીથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લોકોને ન્યાય માટે વર્ષો સુધી રાહ જોવી પડતી હોય છે. પણ આસામની એક કોર્ટે ગત વર્ષે ૩૧ ડિસેમ્બર સુધી તમામ પેન્ડિંગ કેસનો નિવેડો લાવી એક શાનદાર ઉદાહરણ રજૂ કર્યું હતું. ભારતની વિવિધ કોર્ટમાં હાલમાં પાંચ કરોડથી વધારે કેસો પેન્ડિંગ હશે.
આસામની આ મિસાલ સ્પષ્ટ દેખાય છે કે ન્યાયપાલિકા અને કાર્યપાલિકાના સહયોગથી તમામ કોર્ટોમાં પેન્ડિંગ કેસને સમયસર નિવારણ લાવવું અશકય નથી. જો દેશની બાકી કોર્ટમાં આ દિશામાં પહેલ કરી તો ‘‘જસ્ટિસ ડિલેડ ઈઝ જસ્ટિસ ડિનાઈડ'' વાળી કહેવત પણ અતીત બની જશે. પણ સવાલ એ છે કે શું આ શકય છે?
આસામના ચિરાંગ જિલ્લામાં મુખ્ય ન્યાયિક મજિસ્ટ્રેટની કોર્ટમાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ એક પણ કેસ પેન્ડિંગ નહોતો. એટલે કે કોર્ટે પોતાની સમક્ષ આવનારા તમામ કેસોનું નિવારણ લાવી દીધું હતું. આવું કરનારી તે દેશની સંભવતઃ પહેલી કોર્ટ છે.
ચિરાંગ જિલ્લા કોર્ટમાં સરકારી વકીલ નંદિતા બસુમતારી જણાવે છે કે, ‘‘ગત વર્ષની શરૂઆતમાં સીજીએમ કોર્ટમાં ૧૪૩ કેસ હતા. આખા વર્ષ દરમ્યાન ૬૮૭ નવા કેસ પણ આવ્યા. પણ વર્ષના અંતે આ તમામ ૮૩૦ કેસ પર ચુકાદો આવી ગયો હતો. આ મામલામાં કોર્ટનો રેકોર્ડ ૧૦૦ ટકા છે.'' એટલું જ નહીં ચિરાંગ જિલ્લાની કોર્ટમાં કન્વિકશન રેટ એટલે કે અભિયુક્તને દોષિત સાબિત કરવાના દર પણ રાજ્યના સરેરાશથી વધારે રહયો.
બસુમતારીના જણાવ્યા અનુસાર, આસામમાં વર્ષ ૨૦૨૪ના નવેમ્બર સુધી કન્વિકશન રેટ એટલે કે દોષિત સાબિત કરવાનો દર ૨૨.૬૮ ટકા રહ્યો, જ્યારે ચિરાંગમાં તે ૨૩.૨૯ ટકા હતો. ડિસેમ્બરમાં તો ચિરાંગમાં આ દર ૨૬.૮૯ ટકાથી ટોચ પર પહોંચી ગયો હતો.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
