તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Saturday, 18th January 2025
કેજરીવાલની કારે ભાજપના કાર્યકર્તાઓની બાઈકને ટક્કર મારી:બે કાર્યકર્તાના પગમાં ઇજા
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકર્તાઓએ કેજરીવાલની ગાડી પર પથ્થરમારો કર્યો.

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં નવી દિલ્હી સીટથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે કેજરીવાલની કારે ભાજપના કાર્યકર્તાઓની બાઈકને ટક્કર મારી હતી જેમા કાર્યકર્તાના પગમાં ગંભીર ઈજા આવી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ ચરમ પર છે. નવી દિલ્હી સીટથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે કેજરીવાલની કારે ભાજપના કાર્યકર્તાને ટક્કર મારી છે. જેમા એક કાર્યકર્તાનો પગ તૂટી ગયો છે. તેમણે જણાવ્યુ કે તેઓ કાર્યકર્તાને લઈને લેડી હાર્ડિંગ હોસ્પિટલ જઈ રહ્યા છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
