<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

હિમાચલ પ્રદેશના ચકચારી ગુડિયા રેપ અને મર્ડર કેસમાં આઈજી રેન્કના અધિકારી ઝહૂર ઝૈદી દોષિત

ચંદીગઢ CBI કોર્ટે મોટો ચુકાદો આપ્યો: તમામને 27 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે

હિમાચલ પ્રદેશના ચકચારી ગુડિયા રેપ અને મર્ડર કેસ સાથે જોડાયેલા સૂરજ કસ્ટોડિયલ ડેથ કેસમાં ચંદીગઢ CBI કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હિમાચલ પોલીસના આઈજી રેન્કના અધિકારી ઝહુર ઝૈદી અને અન્યને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જહૂર ઝૈદીની સાથે ડીએસપી મનોજ જોશી, રાજીન્દર સિંહ, દીપ ચંદ શર્મા, મોહન લાલ, સુરત સિંહ, રફીક મોહમ્મદ, રણજીત સ્ટેટાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ તમામને 27 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે

(8:51 PM IST)