News of Saturday, 18th January 2025
ગુજરાતની જયારે ટ્રેનો બોરીવલી સ્ટેશને આવે ત્યારે જ એસ્કેલેટર થાય છે બંધ : કોઈ કાવતરું હોવાનો આરોપ
સતત રિપેરીંગ કરવા છતાં તે વારંવાર બંધ કરી દેવામાં આવતું હોવાનો આરોપ : એસ્કેલેટર બંધ હોવાનો ફાયદો લઈને કુલીઓ પ્રવાસીઓ પાસેથી બમણી રકમ પણ વસુલવામાં આવે છે.

મુંબઈ બોરીવલી રેલવે સ્ટેશન પર તો કંઈ વિચિત્ર રીતે જ એસ્કેલેટર વારંવાર બંધ પડી જતું હોય છે. એસ્કેલેટર બંધ હોવાનો સીધો ફાયદો ત્યાં આંટા મારતાં કુલીઓને થતો હોવાથી તેઓ પરિસ્થિતીનો ફાયદો લઈને બમણા પૈસા પણ અનેક વખત વસુલતાં જોવા મળ્યાં હોવાનો આરોપ પણ કરાયો છે. સાથે જ આએક સુવ્યવસ્થિત કાવતરું હોવાનો પણ મુસાફરોનો આરોપો છે. આ સમસ્યાનો ઉકેલ આવી રહયો ન હોવાથી અસોસિએશન દ્વારા પીએમઓ સુધી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
એસ્કેલેટરના કારણે વયોવૃદ્વ, બાળકો અને સગર્ભા મહિલાઓને વધુ સરળતા રહે છે. તેમ જ બહાર ગામથી આવતી-જતી વખતે પણ સામાન લઈને પ્રવાસ કરવો સહેલો બને છે. બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ પર બહાર ગામની અનેક એક્સપ્રેસ ટ્રેનો આવતી હોય છે. બહારની ટ્રેનો આવે કે જાય ત્યારે અહીંનું એસ્કેલેટર બંધ કરી દેવામાં આવે છે. રેલવે પ્રશાસન દ્વારા તેને સતત રિપેરીંગ કરવા છતાં તે વારંવાર બંધ કરી દેવામાં આવતું હોવાનો રેલવે અસોસિએશન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.
બોરીવલી સ્ટેશન પર ગુજરાત સહિત અનેક રાજ્યોથી આવતી ટ્રેનો હોલ્ટ કરતી હોય છે. એથી અહીં સામાન સાથે આવતાં જતાં પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે. પ્લેટફોર્મ પર બહાર ગામની ટ્રેન આવવાની હોય ત્યારે થોડો સમય એસ્કેલેટરને બંધ કરવામાં આવે છે.
'ટ્રેનો આવતી હોય ત્યારે ત્યાં મોટી સંખ્યામાં કુલીઓ આવીને ઊભા રહી જતાં હોય છે. એસ્કેલેટર બંધ હોવાનો ફાયદો લઈને પ્રવાસીઓ પાસેથી બમણી રકમ પણ વસુલવામાં આવે છે.'.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
