<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ટેરિફ ટ્રબલ !! કાર પછી, મોદી સરકાર મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર આયાત ડ્યુટી ઘટાડવાનું વિચારી રહી છે: ન્યૂઝફર્સ્ટ :હાલમાં, અમેરિકા દ્વારા પારસ્પરિક ટેરિફ ધમકીના પગલે, ભારત આયાતી ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પરની ડ્યુટી ૧૬.૫% થી ઘટાડીને ૧૦% પણ પછી કરી શકે છે તેવું જાણવા મળ્યું છે.:ડેસ્કટોપ અને લેપટોપ જેવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર, સરકાર ૮% થી ૧૦% સુધીની ઘટાડેલ આયાત ડ્યુટી અંગે વિચારી રહી છે.:કાર, ફોન અને ઇલેક્ટ્રોનિક માલ પછી, સરકાર ઓટો કોમ્પોનન્ટ્સ પર પણ આયાત ડ્યુટી ઘટાડવાની ચર્ચા કરે તેવી શક્યતા છે.મોટે ભાગે, આ બધી જાહેરાત આવતા મહિને ત્રીજા અઠવાડિયામાં થવાની શક્યતા છે: 9:24 PM IST

દાદી, નાનો ભાઈ, કાકાનો દીકરો, એની પત્ની અને ગર્લફ્રેન્ડ સહિત પાંચની ક્રૂર હત્યા કરી વિદેશથી વિવિધ ઉપર હમણાં જ આવેલા નરાધમે ઝેર પી લીધુ: માતા ગંભીર: કેરળની રાજધાની તિરૂવનંતપુરમમાં ૨૩ વર્ષીય યુવકે દાદી સલમાબી, ભાઈ અફસાન, કાકાનો દીકરો લતીફ અને તેની પત્ની શાહિદા સહિત પરિવારના ૪ સભ્યો ને તેની ગર્લફ્રેન્ડ ફરઝાના સહિત ૫ ની હત્યા કરી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તમામ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા, જ્યારે આરોપીની માતાની હાલત ખૂબ ગંભીર.. આ નરાધમ યુવક પિતા સાથે વિદેશમાં રહેતો હતો. તાજેતરમાં વિઝિટિંગ વિઝા પર પાછો ફર્યો હતો. આરોપીની ઓળખ પેરુમાલાના રહેવાસી અફાન તરીકે થઈ છે. કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટના રવિવારે સાંજે બની હતી. આત્મસમર્પણ કરનાર આરોપીએ પરિવારના સભ્યોની હત્યા કર્યા પછી ઝેર પી લીધું હતું. હોસ્પિટલમાં છે.11:09 AM IST

ટ્રમ્પના દબાણ હેઠળ, ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સે પાકિસ્તાનની રૂઝવેલ્ટ હોટેલ સાથે ૨૨૦ મિલિયન ડોલરનો સોદો રદ કર્યો: અહીં અહીં મુસ્લિમ શરણાર્થીઓને રાખવામાં આવી રહ્યા છે : ડોનાલ્ડ ટ્રમ્પ અને MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેઇન) સમર્થકોના દબાણને કારણે ન્યુયોર્ક સિટીએ પાકિસ્તાન સરકારની માલિકીની રૂઝવેલ્ટ હોટેલમાં મુસ્લિમ શરણાર્થીઓને રાખવાનો સોદો સમાપ્ત કરી દીધો છે. : MAGA અમેરિકન કરદાતાઓના પૈસાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકાની હોટલમાં સમાવવા સામે વિરોધ કરી રહ્યા હતા. : રૂઝવેલ્ટ હોટેલ મે ૨૦૨૩ માં ઇમિગ્રન્ટ્સ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં ૧૦૨૫ રૂમ છે, જેનું ભાડું પ્રતિ રાત્રિ ૨૦૦ ડોલર (૧૭,૦૩૪ રૂ.) હતું. આ હોટેલ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ) ની માલિકીની છે, 9:34 AM IST

વડાપ્રધાનનું સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં આગમન : તંત્ર એક્‍શન મોડમાં : જામનગર, ગીર અને સોમનાથ નરેન્‍દ્રભાઇનાં આગમન અંતર્ગત રેન્‍જ વડા અશોક કુમાર યાદવ, નિલેશ જાજડીયા, એસપી મનોહરસિહ જાડેજા, એસપી પ્રેમસુખ ડેલું ટીમ દ્વારા તૈયારીનો ધમધમાટ : સુરતમાં ભવ્‍ય રોડ શો, રાત્રી રોકાણ જેવા કાર્યક્રમો અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત, ક્રાઇમ બ્રાન્‍ચ વડા, એડી.સીપી કે.એન. ડામોર વિગેરે ટીમ દ્વારા અદભુત આયોજન, સી. આર.પાટીલ, હર્ષ સંઘવી દ્વારા જાત નિરીક્ષણ, તંત્ર સાથે બેઠકો યોજી : આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ અંતર્ગત નવસારીમાં લાડકી બહેનાં જેવા લોકપ્રિય પ્રોજેક્‍ટમાં બહેનોની વિશાળ હાજરી ધ્‍યાને રાખી રેન્‍જ વડા પ્રેમવીરસિહ, અને એસપી સુશીલ અગ્રવાલ ટીમ દ્વારા લોખંડી બંદોબસ્‍ત1:18 PM IST

બીજથી લઈ બજાર સુધી ખેડૂતોની પડખે સરકાર : જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું : જામનગર જિલ્લાના 99,703 ખેડૂતોના બેન્ક ખાતામાં પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂ.22.91 કરોડની સહાય ચૂકવાઈ : બિહારના ભાગલપુર ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાના 19 માં હપ્તાનું વિતરણ કર્યું :ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કૃષિ પ્રગતિ 'કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઇ-લોકાર્પણ તથા તુવેર ખરીદીનો શુભારંભ કરાવાયો11:06 AM IST

શ્રી સોમનાથ મંદીર માત્ર ધર્મસ્‍થાન નહિ, ભારતીય અસ્‍મિતાનું પ્રતિક : ભુપેન્‍દ્રભાઇ પટેલ : સોમનાથ મંદિરનું પુર્નનિર્માણ કરાવનારા લોહપુરુષ સરદાર સાહેબની ૧૫૦મી જન્‍મ જયંતીના વર્ષે સૌપ્રથમ સોમનાથ મહોત્‍સવનું આયોજન સુભગ સંયોગ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની સંકલ્‍પનાના ‘એક ભારત - શ્રેષ્ઠ ભારત'નું જીવંત ઉદાહરણ છેઃ સોમનાથ આવતા યાત્રાળુઓને સરળ કનેક્‍ટિવિટી માટે સોમનાથ-દ્વારકા એક્‍સપ્રેસ-વેના નિર્માણ માટે આ વર્ષના બજેટમાં પ્રાવધાન કર્યું છેઃ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે સૌ પ્રથમ સોમનાથ મહોત્‍સવનો પ્રારંભ કરાવ્‍યો ત્રિદિવસીય સોમનાથ મહોત્‍સવમાં કલા દ્વારા આરાધનાનો ઉત્‍સવઃ પ્રથમ દિવસે સિદ્ધ હસ્‍ત નળત્‍યાંગના પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહે પ્રહર હર મહાદેવ નાટયકથા પ્રસ્‍તુત કરી : ત્રણ દિવસના સોમનાથ મહોત્‍સવમાં પદ્મવિભૂષણ - પદ્મભૂષણ અને પદ્મશ્રી ગૌરવ પ્રાપ્ત સિદ્ધ હસ્‍તકલાકારો-લોકસંગીતકારો શિવ મહિમાગાન કરશે12:03 PM IST