તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Monday, 20th January 2025
૨૨ જાન્યુઆરીથી ઉત્તર ભારતનું હવામાન બદલાવાનું શરૂ થશે: ૨૩ - ૨૪ જાન્યુ.એ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા: પર્વતો ઉપર ૨૨ થી ૨૪ દરમિયાન ભારે હિમવર્ષા થશે

આ વર્ષે જાન્યુઆરીમાં પર્વતો પર સતત હિમવર્ષા થઈ રહી છે. આગામી ૨૪ કલાક દરમિયાન ઊંચા પર્વતો પર બરફવર્ષા થશે. ત્યારબાદ, ૨૨ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે છે.
૨૨ જાન્યુઆરીથી ઉત્તર ભારતનું હવામાન બદલાવાનું શરૂ થશે અને ૨૩ અને ૨૪ જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. એક કે બે જગ્યાએ બરફના કરા પણ પડી શકે છે.
આગામી બે દિવસ દરમિયાન ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ આંધ્રપ્રદેશ અને કેરળમાં પણ વરસાદની શક્યતા છે.
પૂર્વી અને ઉત્તર-પૂર્વીય ભારતનું હવામાન સ્વચ્છ રહેશે.
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં હવામાન સૂકું રહેશે: સ્કાયમેટનો વર્તારો..
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
