<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

મહાકુંભમાં આવ્‍યા કબૂતરબાબાઃ ૯ વર્ષથી બાબાના માથા પર બેઠું છે કબૂતરઃ સૂતાં-જાગતાં સતત સાથે જ રહે છે

 

પ્રયાગરાજ, તા.૨૦: મહાકુંભમાં આવેલા કબૂતરબાબાનો વિડિયો વાઇરલ થયો છે. જૂના અખાડાના મહંત રાજપુરીજી મહારાજને કબૂતર સંત નામે પણ ઓળખવામાં આવે છે અને તેમના માથા પર બેસેલા કબૂતરનો વિડિયો પણ વાઇરલ થયો છે. મહાકુંભની ચહલપહલમાં, ભીડ અને શોરગુલની વચ્‍ચે પણ હરિ પુરી બાબાના માથા પર બિરાજમાન રહે છે. કબૂતરબાબાએ કહ્યું હતું કે ‘આ કબૂતરનું નામ હરિ પુરી છે. મેં આ કબૂતર સાથે ૮ થી ૯ વર્ષ વિતાવ્‍યાં છે. જીવિત પ્રાણીઓની સેવા કરવી એ સૌથી મોટું કર્તવ્‍ય છે. આ કબૂતર પ્રેમ અને સદ્ભાવનું પ્રતીક છે. તમામ પ્રાણીઓ પ્રત્‍યે દયા અને તેમની કાળજી રાખવી આપણી જવાબદારી છે. જીવનમાં આપણું અંતિમ લક્ષ્ય જીવિત પ્રાણીઓની સેવા માટે ખુદને સમર્પિત કરવાનું હોવું જોઈએ

(12:28 PM IST)