<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

શિક્ષકોએ શંકા જતા પ્રિન્સિપાલના રૂમમાં લગાવી દીધા કેમેરા :આચાર્ય અને શિક્ષિકાના આપત્તિજનક વિડીઓએ ફોડ્યો ભાંડો

શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો:જિલ્લા શિક્ષણાધિકારી રાજેન્દ્રકુમાર શર્માએ તાત્કાલિક કાર્યવાહી કરીને બંનેને સસ્પેન્ડ કરી દીધા : તપાસ માટે શિક્ષણ વિભાગે એક સમિતિની રચના કરી

રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાની એક સરકારી શાળામાંથી એક અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શાળાના આચાર્ય અને મહિલા શિક્ષક જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ શિક્ષા વિભાગ દ્વારા બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ આ મામલાની તપાસ માટે સમિતિનું ગઠન કરવામાં આવી રહ્યું છે

મળતી માહિતી પ્રમાણે, આ મામલો ચિત્તોડગઢના ગંગરાર બ્લોકના રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય સાલેરાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાળાના અન્ય શિક્ષકોએ શંકાને આધારે પ્રિન્સિપાલના રૂમમાં ચોરીથી સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા. આ કેમેરામાં પ્રિન્સિપાલ અને શિક્ષિકાને આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા છે.

પ્રિન્સિપાલ અને શિક્ષિકાના એક-બે નહીં પર ડઝનેક વીડિયો સામે આવ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો અને જિલ્લા શિક્ષણાધિકારી રાજેન્દ્રકુમાર શર્માએ તાત્કાલિક કાર્યવાહી કરીને બંનેને સસ્પેન્ડ કરી દીધા હતા. આ મામલાની તપાસ માટે શિક્ષણ વિભાગે એક સમિતિની રચના કરી છે. સસ્પેન્શનના સમયગાળા દરમિયાન આચાર્ય અરવિંદ વ્યાસનું મુખ્યાલય રાશમી ખાતે અને મહિલા શિક્ષિકાનું મુખ્યાલય બેગૂં ખાતે નિશ્ચિત કરવામાં આવ્યું છે.

(1:25 PM IST)