News of Monday, 20th January 2025
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી સમયે જ સરા જાહેર યુવકની હત્યા થતા હાહાકાર : લોકો મૂક દર્શક બની બેઠા હોય તેવા દ્રશ્યો સર્જાયા : જુઓ વિડિઓ
ઢાબા પાસે બે લોકો વચ્ચે કોઈ મુદ્દાને લઈને ઝઘડો થયો બાદમાં ઝપાઝપી થઈ અને સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ કે તે વ્યક્તિએ અન્ય વ્યક્તિ પર છરી વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું.

Murder of a 35 years old reported just opposite Delhi Police Bhawan near turkman gate. At the same time police caught the accused which is Juvenile @CPDelhi @Ravindra_IPS @CellDelhi @CrimeBranchDP @LtGovDelhi pic.twitter.com/O8jsBCV5hb
— @Journalist Sonu (@IshuSonu1) January 20, 2025
નવી દિલ્હી તા.૨૦ : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ છે અને આ દરમિયાન અહીં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. વાસ્તવમાં જૂની દિલ્હી વિસ્તારમાં રસ્તાની વચ્ચે એક ઇસમે અન્ય એક વ્યક્તિ સગીર પર છરી વડે હુમલો કર્યો. આ ઘટના તુર્કમાન ગેટ વિસ્તારની છે જ્યાં પોલીસ બિલ્ડિંગની સામે આ હત્યા કરવામાં આવી હતી. રસ્તાની વચ્ચે વાહનોની અવરજવર વચ્ચે એક નિર્ભય હત્યારો અન્ય વ્યક્તિને છરી વડે હુમલો કરતો જોવા મળે છે અને ત્યાં ઊભેલા લોકો મૂક દર્શક બની બેઠા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ ભીડવાળા રસ્તાની વચ્ચે એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરી રહ્યો છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ થઈ નથી. આ ઘટના સાંજે 7 વાગ્યે બની હતી.
નોંધનિય છે કે, ઢાબા પાસે બે લોકો વચ્ચે કોઈ મુદ્દાને લઈને ઝઘડો થયો હતો. બાદમાં ઝપાઝપી થઈ અને સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ કે તે વ્યક્તિએ અન્ય વ્યક્તિ પર છરી વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું. હુમલો કરનાર વ્યક્તિની ઉંમર 17 વર્ષ અને હત્યા કરાયેલ વ્યક્તિની ઉંમર 35 વર્ષ હોવાનું કહેવાય છે.
ચાકુ વડે હુમલાની ઘટના બાદ ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આરોપી સગીરની ધરપકડ કરવામાં આવી છે. તે 7મા ધોરણનો વિદ્યાર્થી છે અને તુર્કમાન ગેટ વિસ્તારનો રહેવાસી હોવાનું કહેવાય છે. ઢાબા પર બેસવાની જગ્યાને લઈને લડાઈ થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આ એક નાની બાબત હતી જે દુર્વ્યવહાર વગેરેને કારણે વધી હતી અને મામલો છરાબાજી સુધી પહોંચ્યો હતો.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
