News of Monday, 20th January 2025
ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ સંસદ પહોંચ્યા, ટૂંક સમયમાં શપથ લેશે
એલોન મસ્ક કેપિટોલ રોટુંડામાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે વાત કરતા જોવા મળ્યા તેમની સાથે જેફ બેઝોસ પણ હાજર હતા

ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળવા જઈ રહ્યા છે. ટ્રમ્પ બીજા અમેરિકન રાષ્ટ્રપતિ હશે જે રાષ્ટ્રપતિ બન્યા પછી સત્તાથી બહાર થઈ ગયા અને ચાર વર્ષની રાહ જોયા પછી બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા છે
આ પહેલા ગ્રોવર ક્લીવલેન્ડે 1983માં આ સિદ્ધિ મેળવી હતી. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે વિશ્વભરના નેતાઓ અને ઉદ્યોગપતિઓ પહોંચ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક કેપિટોલ રોટુંડામાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. તેમની સાથે જેફ બેઝોસ પણ હાજર હતા
ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો યુએસ કેપિટોલ બિલ્ડિંગમાં પહોંચી ગયો છે. ટ્રમ્પ થોડા સમય બાદ શપથ લેશે. પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પછી રાષ્ટ્રપતિ શપથ લે છે
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
