<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતા કહ્યું- હું યુક્રેન અને પરમાણુ શસ્ત્રો પર વાતચીત માટે તૈયાર છું

પુતિને રશિયન સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી

 રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વોશિંગ્ટનમાં ટ્રમ્પના શપથગ્રહણના કલાકો પહેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓ યુક્રેન અને પરમાણુ શસ્ત્રો પર નવા યુએસ વહીવટીતંત્ર સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. પુતિને રશિયન સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી

   અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ તરીકે તેમનો આ બીજો કાર્યકાળ રહેશે. પહેલી વખત તેમણે 20 જાન્યુઆરી 2017માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જ્યારે હવે ચાર વર્ષ પછી રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ ફરીથી વાપસી કરશે. 

(9:38 PM IST)