News of Monday, 20th January 2025
સર્બિયાની રાજધાનીમાં એક વૃદ્ધાશ્રમમાં આગ લાગતા 8 લોકોના મોત :અન્ય સાત ઘાયલ
બેલગ્રેડના દક્ષિણ ભાગમાં આવેલા બારાજેવો મ્યુનિસિપલ વિસ્તારમાં વૃદ્ધાશ્રમમાં આગ ફાટી નીકળી

સર્બિયાની રાજધાની બેલગ્રેડની બહાર સોમવારે વહેલી સવારે એક વૃદ્ધાશ્રમમાં આગ લાગવાથી આઠ લોકોના મોત થયા છે. સ્થાનિક સર્બિયન મીડિયા અનુસાર, બેલગ્રેડના દક્ષિણ ભાગમાં આવેલા બારાજેવો મ્યુનિસિપલ વિસ્તારમાં સવારે 3.30 વાગ્યે આ વૃદ્ધાશ્રમમાં આગ ફાટી નીકળી હતી, જેમાં સાત અન્ય લોકો ઘાયલ થયા હતા.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
