<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર ઓટો ડ્રાઈવરને મળ્યું ઈનામ

સૈફ અલી ખાનને હોસ્પિટલ લઈ જવા બદલ ઓટો રિક્ષા ચાલકને 11 હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું

સૈફ અલી ખાન પર ગત 16મી જાન્યુઆરીની રાતે થયેલા હુમલા બાદ હજુ સુધી તે હોસ્પિટલમાં દાખલ છે. એક્ટરના ઘરે ઘૂસીને તેની પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલાખોરને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. અલબત જે ઓટો ડ્રાઈવરે સૈફને મુંબઈની લીલાવત હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો તેનું નિવેદન પણ સામે આવ્યું હતું.દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રાત્રે સૈફ અલી ખાનને હોસ્પિટલ લઈ જવા બદલ ઓટો રિક્ષા ચાલકને 11 હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

ભજનસિંહ નામના આ ઓટો ડ્રાઈવરે ખુલાસો કર્યો હતો કે તે રાત્રે એક મહિલાએ તેની ઓટો અટકાવી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને લઈ તે હોસ્પિટલ પહોંચ્યો હતો. તેન સાથે એક યુવાન વ્યક્તિ અને એક બાળક પણ હતું. સૈફને અનેક ગંભીર ઈજા પહોંચી હતી અને તે લોહીથી લથપથ હતો. તેણે કહ્યું હતું કે એક્ટર અને તેની સાથે આવેલ વ્યક્તિ પાસેથી તેણે કોઈ જ ભાડુ લીધુ ન હતું.

જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એવું પણ કહેવામાં આવ્યું કે કરીના કપૂર કે તેના પરિવારના સભ્યોએ તેમનો સંપર્ક કર્યો નથી. જોકે હવે જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે ઓટો રિક્ષા ચાલક ભજન સિંહને આ હિંમતવાન કૃત્ય માટે ખાસ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઓટો રિક્ષા ચાલકને આ ઇનામ ખાન કે કપૂર પરિવાર તરફથી નહીં પરંતુ એક સંસ્થા તરફથી મળ્યું છે. એક સંસ્થાએ આ વ્યક્તિને ઇનામ આપીને પ્રશંસા કરી છે અને તેમના ઉમદા કાર્યની પ્રશંસા કરી છે.

(11:29 PM IST)