News of Tuesday, 21st January 2025
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી: કહ્યું-સાથે મળીને કામ કરશું, વિશ્વને સારું ભવિષ્ય આપશું
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ઐતિહાસિક શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન!

ડોનાલ્ડ ટ્રમ્પે આજે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આ બીજી વખત છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા જેડી વેન્સે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ડોનાલ્ડ ટ્રમ્પને વિશ્વના તમામ દિગ્ગજો દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે.
આ દરમિયાન પીએમ મોદીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પને નવી ઇનિંગ માટે અભિનંદન પાઠવ્યા છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ઐતિહાસિક શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! હું બંને દેશોને લાભ પહોંચાડવા અને વિશ્વ માટે વધુ સારા ભવિષ્યને આકાર આપવા માટે ફરી એકવાર સાથે મળીને કામ કરવા આતુર છું. આગળના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ!”
પીએમ મોદીએ 20 જાન્યુઆરીએ રાત્રે 10:38 વાગ્યે આ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટને 20 મિનિટની અંદર 5.7 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ સિવાય ઘણા લોકો આ પોસ્ટ પર કોમેન્ટ કરીને ટ્રમ્પને અભિનંદન આપી રહ્યા છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 2500 થી વધુ વખત રીપોર્ટ કરવામાં આવી છે અને 15000 લોકોએ લાઈક કરી છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
