તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ પદનો ચાર્જ સંભાળતા વેંત બાયડન સરકારના ઢગલાબંધ નિર્ણયોને ફગાવી દીધા

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં ચાર્જ સંભાળતા વેંત બાયડન સરકારના ૭૮ નિર્ણયોને રદ કર્યા છે સાથો સાથ અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડરો કર્યા છે.
તેમણે પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકાના ખસી જવાની જાહેરાત કરી હતી * કેપિટોલ હિલ પર થયેલા હુમલામાં દોષિત ૧૫૦૦ લોકોને માફી આપી * ૧ ફેબ્રુઆરીથી મેક્સિકો અને કેનેડા પર ૨૫ સેન્સરશીપ સમાપ્ત અને અમેરિકામાં ભાષણની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવામાં આવશે * અમેરિકામાં થર્ડ જેન્ડર - વ્યંઢળને અમાન્ય જાહેર કરવામાં આવ્યું * યુએસ-મેક્સિકો બોર્ડર પર નેશનલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી * રાષ્ટ્રીય ઉર્જા કટોકટીની ઘોષણા * ઇલેક્ટ્રિક વાહન (ઈવી)નો ફરજિયાત ઉપયોગ નાબૂદ. * અમેરિકામાં જન્મથી નાગરિકતા સમાપ્ત થઈ * અમેરિકામાં ટિક્ટોકના સંચાલન માટે ૭૫ દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી. ટિક-ટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સ દ્વારા રવિવારે તેમની સર્વિસને અમેરિકામાં બંધ કરી દેવામાં આવી હતી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઑર્ડર પાસ કરીને ફરી સર્વિસ શરુ કરી દીધી છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
