<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

અમેરિકામાં ફક્‍ત પુરૂષ અને મહિલા, હવે કોઈ થર્ડ જેન્‍ડર નહીં : ટ્રમ્‍પ

આજથી, યુનાઇટેડ સ્‍ટેટ્‍સ સરકારની સત્તાવાર નીતિ એ હશે કે ફક્‍ત બે જ લિંગ છે- પુરુષ અને સ્‍ત્રી હશે

વોશીંગ્‍ટન, તા.૨૧: ડોનાલ્‍ડ ટ્રમ્‍પે બીજી વાર અમેરિકાનાં રાષ્ટ્રપતિ તરીકે આજે શપથ લીધા છે. અમેરિકાના ૪૭ મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્‍ડ ટ્રમ્‍પે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ તરીકેનાં પોતાના પહેલા ભાષણમાં ટ્રમ્‍પે એક પછી એક ઘણી મોટી જાહેરાતો અને વાતો કરી છે. ટ્રમ્‍પે કહયું કે, હવે અમેરિકામાં ફક્‍ત બે જ લિંગ રહેશે- પુરુષ અને સ્‍ત્રી. ત્રીજા લિંગને નાબૂદ કરવામાં આવ્‍યું છે. ટ્રમ્‍પે કહ્‍યું, ‘‘સત્તાવાર નીતિ મુજબ, આજથી ફક્‍ત બે જ લિંગ છે-પુરુષ અને સ્‍ત્રી.''

શપથ લીધા પછી તરત જ, અમેરિકાના ૪૭ મા રાષ્ટ્રપતિ, ડોનાલ્‍ડ ટ્રમ્‍પે મોટી જાહેરાત કરી હતી અને કહયું હતું કે, તેઓ ટૂંક સમયમાં લિંગ વિવિધતાને સમાપ્‍ત કરતા એક્‍ઝિકયુટિવ ઓર્ડર પર હસ્‍તાક્ષર કરશે, જેમાં ઘોષણા કરવામાં આવી છે કે યુએસ ફેડરલ સરકાર ફક્‍ત બે લિંગ- પુરુષ અને સ્‍ત્રીને માન્‍યતા આપશે. ટ્રમ્‍પે કહયું, ‘‘હું તમામ સરકારી સેન્‍સરશીપને તાત્‍કાલિક બંધ કરવા અને અમેરિકામાં અભિવ્‍યક્‍તિની સ્‍વતંત્રતા પાછી લાવવા માટે એક એક્‍ઝિકયુટિવ ઓર્ડર પર હસ્‍તાક્ષર કરીશ. આજથી, યુનાઇટેડ સ્‍ટેટ્‍સ સરકારની સત્તાવાર નીતિ એ હશે કે ફક્‍ત બે જ લિંગ છે- પુરુષ અને સ્‍ત્રી.'' હશે.

અમેરિકન રાજકારણમાં, વ્‍હાઇટ હાઉસ છોડયાના ૪ વર્ષ પછી પુનરાગમન કરવું લગભગ અશકય માનવામાં આવે છે, પરંતુ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે આ અશકય લક્ષ્યને શકય બનાવીને ઇતિહાસ રચ્‍યો છે. ફરીથી અમેરિકાનાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈને ટ્રમ્‍પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગ્રોવર ક્‍લીવલેન્‍ડનાં રેકોર્ડની બરાબરી કરી છે. ગ્રોવર ક્‍લીવલેન્‍ડ એવા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ હતા જેમણે ૧૩૧ વર્ષ પહેલા વ્‍હાઇટ હાઉસની બહાર ૪ વર્ષ રહ્‍યા પછી જોરદાર વાપસી કરીને રેકોર્ડ બનાવ્‍યો હતો. ગ્રોવર ક્‍લીવલેન્‍ડ ૧૮૮૫ થી ૧૮૮૯ અને ૧૮૯૩ થી ૧૮૯૭ સુધી એમ ૨ વાર અમેરિકાનાં રાષ્ટ્રપતિ રહ્‍યા હતા. તેમના પછી, ડોનાલ્‍ડ ટ્રમ્‍પ બીજા એવા નેતા છે જે ૪ વર્ષનાં અંતરાલ પછી સત્તામાં પાછા ફર્યા છે.

(10:29 AM IST)