<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

તાઇવાનમાં ૬.૪ ની તિવ્રતાના ભૂકંપથી દોડધામ : ૧પ ને ઇજા

ધરા ધ્રુજી ઉઠતા અનેક મકાનો ધરાશાયી : સ્‍ટેટ હાઇ-વે ઉપરના ઝુવેઇ બ્રિજને નુકશાન

તાઇવાન, તા. ર૧ : ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. આજે મંગળવારે સવારે ૨૧ જાન્‍યુઆરીએ ભારતીય સમય અનુસાર લગભગ ૧.૩૦ વાગ્‍યે તાઇવાનમાં ભૂકંપ આવ્‍યો હતો. તાઈવાનના દક્ષિણી વિસ્‍તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ ભૂકંપની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તાઈવાનમાં આવેલા ભૂકંપના કારણે ૧૫ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભૂકંપની તીવ્રતા રિક્‍ટર સ્‍કેલ પર ૬.૪ હતી.

ભૂકંપનું કેન્‍દ્ર તાઈવાનના યુજિંગ શહેરથી ૧૨ કિલોમીટર ઉત્તરમાં જોવા મળ્‍યું હતું. તાઈવાન ફાયર વિભાગના જણાવ્‍યા અનુસાર ઘાયલોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. ઘાયલોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. ઘાયલ થયેલા છ લોકો એવા છે જેમને તૈનાન શહેરના નાનક્‍સી જિલ્લામાં ભૂકંપના કારણે નાશ પામેલા મકાનના કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્‍યા હતા. ભૂકંપના કારણે સ્‍ટેટ હાઈવે પર આવેલા ઝુવેઈ બ્રિજને પણ નુકસાન થયું છે, પરંતુ કોઈ મળત્‍યુના સમાચાર નથી.

મિન્‍ટના અહેવાલ મુજબ એપ્રિલ ૨૦૨૩માં પણ તાઈવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હુઆલીન શહેરમાં લગભગ ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો, જેમાં ૧૩ લોકોએ જીવ ગુમાવ્‍યા હતા અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. તાઇવાન દેશ પ્રશાંત મહાસાગરમાં રિંગ ઓફ ફાયર પર સ્‍થિત છે, તેથી આ દેશમાં વારંવાર ભૂકંપ આવે છે. કારણ કે તાઈવાન બે ટેક્‍ટોનિક પ્‍લેટની વચ્‍ચે આવેલું છે, તે ભૂકંપના સૌથી સંવેદનશીલ ક્ષેત્રમાં છે. ૨૦૧૬માં તાઈવાનમાં આવેલા ભૂકંપમાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ૧૯૯૯માં તાઈવાનમાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો અને લગભગ ૨૦૦૦ લોકો માર્યા ગયા હતા. તેથી, તાઈવાનની સરકાર સમયાંતરે લોકોને એલર્ટ કરતી રહે છે અને ત્‍યાંના લોકો ભૂકંપ જેવી આફતોનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે છે.

તમને જણાવી દઈએ કે ૭ જાન્‍યુઆરીએ ભારતના પાડોશી દેશ તિબેટમાં જોરદાર ભૂકંપ આવ્‍યો હતો, જેની તીવ્રતા રિક્‍ટર સ્‍કેલ પર ૬.૮ હતી. આટલી તીવ્રતાના ધરતીકંપે વિશ્વના સૌથી ચા શિખર માઉન્‍ટ એવરેસ્‍ટની નજીક સ્‍થિત શિગાત્‍સે શહેરને કાટમાળના ઢગલામાં ફેરવી દીધું. આ શહેર પર ચીનનો કબજો છે. ભૂકંપના કારણે તિબેટમાં લગભગ ૧૩૦ લોકો માર્યા ગયા હતા. આ ભૂકંપ પછી આજ સુધી તિબેટમાં દરરોજ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ ધરતીકંપનું કેન્‍દ્ર એવરેસ્‍ટની ઉત્તરે ૮૦ કિલોમીટર (૫૦ માઈલ) દૂર તિબેટની ટિંગરી કાઉન્‍ટીમાં જોવા મળ્‍યું હતું અને લગભગ ૧૦ કિલોમીટરની ડાઈએ ભૂકંપના મોજાં આવ્‍યાં હતાં. ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે ૯:૦૫ વાગ્‍યે આવ્‍યો હતો. ચીન, નેપાળ, ભૂતાન અને ભારતના કેટલાક જિલ્લાઓ ઉપરાંત બાંગ્‍લાદેશમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી

(1:55 PM IST)