<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

હૈદરાબાદમાં ફકત જમીન વિવાદ સાથે જોડાયેલા કેસો માટે ખુલશે પોલીસ સ્‍ટેશન

શહેરના ઝરણા પાર્ક ખુલ્લી જગ્‍યા, સરકારી જમીનો તથા અન્‍ય સંપતિઓની સુરક્ષા માટે ફેબ્રુઆરીથી થશે કાર્યરત

હૈદરાબાદ, ૨૧ :: તેલંગાણાના હૈદરાબાદમાં એક એવા પોલીસ સ્‍ટેશનની શરુઆત થવા જઈ રહી છે, જેમાં ફક્‍ત જમીન વિવાદ સાથે જોડાયેલ કેસ જ જોવામાં આવશે, આ સ્‍ટેશન હૈદરાબાદના બુદ્ધ ભવનમાં બનાવવામાં આવી રહ્યું છે. આ પોલીસ સ્‍ટેશન ફેબ્રુઆરીના બીજા અઠવાડીયાથી ઓફિશિયલી કામ કરવાનું શરુ કરી દેશે. આ પોલીસ સ્‍ટેશન ફક્‍ત સરકારી સંપત્તિની સુરક્ષા અને આપદા પ્રબંધનના મામલાનું નિવારણ કરશે. તેનો મતલબ એ છે કે, આ પોલીસ સ્‍ટેશન ખાસ હૈદરાબાદમાં ઝરણા, પાર્ક, ખુલ્લી જગ્‍યા, સરકારી જમીનો અને અન્‍ય સંપત્તિઓની સુરક્ષા માટે બનાવવામાં આવ્‍યું છે.

એક અંગ્રેજી અખબારના  રિપોર્ટમાં  અનુસાર, આ પોલીસ સ્‍ટેશનમાં એક ફરિયાદકર્તા ફરિયાદ કરવા પણ પહોંચ્‍યો હતો. તેણે જણાવ્‍યું કે તે હૈદરાબાદના પોશ સરુરનગર વિસ્‍તારનો રહેવાસી છે અને સરુરનગર તળાવની લગભગ ૩૦ એકર જમીન પર દબાણ કરવામાં આવ્‍યું છે. અહીં આવતા પહેલા અમે રેવન્‍યૂ અધિકારી પાસે આ બાબતે ઘણી વાર આવેદન આપ્‍યું. અમને આશા છે કે અહીંની પોલીસ અમારી જમીન પાછી અપાવશે.

આ નવા સ્‍ટેશનનું HYDRAA આયુક્‍ત રંગનાથસ, જે એક આઈપીએસ અધિકારી છે, તેમણે જણાવ્‍યું કે, હવે તળાવ અને જમીન દબાણના આ પ્રકારના અલગ અલગ અસંખ્‍ય કેસોને આ પોલીસ સ્‍ટેશનમાં ટ્રાંસફર કરી દેવામાં આવશે. ૭ જાન્‍યુઆરીના રોજ રાજ્‍ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, આ પોલીસ સ્‍ટેશનનું નેતળત્‍વ સહાયક પોલીસ આયુક્‍ત સ્‍તરના અધિકારી કરશે.

(2:39 PM IST)