News of Tuesday, 21st January 2025
બાબા રામદેવ કોર્ટમાં હાજર ન રહ્યા એટલે કેરલામાં નીકળ્યું તેમના નામનું વૉરન્ટ
આયુર્વેદિક દવાથી ડાયાબિટીઝ, કોવિડ-૧૯ અને મેદસ્વિતા ઘટાડવાના દાવા સામે પડકારઃ આચાર્ય બાલકળષ્ણ અને પતંજલિ આયુર્વેદની દિવ્ય ફાર્મસી સામે પણ જામીનપાત્ર વોરન્ટ

પલક્કડ, તા.૨૧: યોગગુરુ બાબા રામદેવ, આચાર્ય બાલકળષ્ણ અને પતંજલિ આયુર્વેદની માર્કેટિંગ કંપની દિવ્ય ફાર્મસી સામે કેરલામાં પલક્કડના જુડિશ્યલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ-ટૂએ જામીનપાત્ર વૉરન્ટ કાઢયાં છે. ૧૬ જાન્યુઆરીએ તેમણે કોર્ટમાં હાજર રહેવાનું હતું, પણ તેઓ ઉપસ્થિત ન રહેતાં કોર્ટે આ પગલું ભર્યું છે. કેરલામાંથી આ પ્રકારનું વૉરન્ટ પહેલી વાર નીકળ્યું છે.
પતંજલિ આયુર્વેદની દવાઓના પ્રમોશન માટે આપવામાં આવતી જાહેરાતોમાં પુરાવા વિનાના દાવા કરવામાં આવતાં ઑક્ટોબર ૨૦૨૪માં કેસ નોંધાયો હતો. તેમની દવાઓની જાહેરાતમાં બ્લડપ્રેશર, કોવિડ-૧૯, મેદસ્વિતા અને ડાયાબિટીઝનો ઉપચાર થતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વારંવાર સમન્સ કાઢવામાં આવ્યા છતાં તેઓ હાજર ન રહેતાં કોર્ટે વૉરન્ટ બહાર પાડ્યું છે અને કેસની સુનાવણી ૧ ફેબ્રુઆરીએ મુકરર કરી છે.
પતંજલિ આયુર્વેદ સામે કેરલાના કોઝીકોડમાં ૪, પલક્કડમાં ૩, એર્નાકુલમમાં બે અને તિરુવનંતપુરમમાં એક મળીને કુલ ૧૦ કેસ નોંધાયા છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
