News of Tuesday, 21st January 2025
કાશ્મીરમાં ૨૬ જાન્યુઆરીને સુરક્ષિત બનાવવા તમામ તૈયારીઓ પુરજોશમાં

જમ્મુઃ ગણતંત્ર દિવસ સમારોહ પહેલા, જમ્મુ કાશ્મીરમાં અધિકારીઓએ સુરક્ષા ઉપાયો તેજ કરી દીધા છે, રાજયમાં કોઇ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે હાઇવે અને મહતવપૂર્ણ રસ્તાઓ પર વધારાના સુરક્ષા કર્મીઓ તૈનાત કર્યા છે.ઉપરાજયપાલ મનોજસિંહ, ૨૬ જાન્યુઆરીએ જમ્મુના એમએ સ્ટેડીયમમાં મુખ્ય ગણતંત્ર દિવસ સમારોહની અધ્યક્ષતા કરશે અને સલામી લેશે.સી એમ ઉમર અબ્દુલ્લા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ રહેશે.
એક સીનીયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે ૨૬ જાન્યુઆરીના સમારંભની બધી તૈયારીઓ પુરી કરી લેવાઇ છે. અમે પહેલાથી જ એલર્ટ પર છીએ અન રાજયમાં ઘટના મુકત ગણતંત્ર દિવસ સમારોહ ઇચ્છીએ છીએ. અધિકારીએ જણાવ્યું કે કાર્યક્રમના શાંતિપૂર્ણ સંચાલનને સુનિશ્ચીત કરવા માટે કાર્યક્રમ સ્થળ આસપાસ કડક સુરક્ષા ઉપાયો કરાયા છે.
તેમણે જણાવ્યું કે બક્ષી સ્ટેડીયમના મુખ્ય દ્વારથી માંડીને કાર્યક્રમ સ્થળ સુધી કેટલીયે ચોકીઓ રખાઇ છે.પોલીસ અને સીઆરપીએફ બન્ને એ શ્રીનગર અને ખીણના અન્ય ભાગોમાં વિભીન્ન સંવેદનશીલ સ્થળો પર પહેરો વધારી દીધો છે.વાહનો તલાશીવધારી દેવાઇ છે.
અધિકારીઆએ જણાવ્યું કે બક્ષી સ્ટેડીયમની બહાર ગુપ્તચરો અને હાઇ એન્ડ ડ્રોન અને સીસીટીવીથી સજજ વાહનોને સામેલ કરીને ત્રિસ્તરીય સુરક્ષા પ્રણાલી લાગુ કરાઇ છે.
તેમણે જણાવ્યું કે આગંતૂકોની સુરક્ષા માટે હંગામી બંકરો બનાવાયા છે, જયારે સીનીયર પોલીસ સુપ્રીન્ટેન્ડરોને પોત -પોતાના વિસ્તારોમાં કડક સતર્કતા રાખવાના આદેશો આપી દેવાના છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
