<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

હવે હું ફરજની દૃષ્‍ટિએ રાજકોટથી દૂર પણ રાજકોટ હંમેશા મારા દિલમાં: નવનાથ ગવ્‍હાણે

સુરેન્‍દ્રનગરના મ્‍યુનિસિપલ કમિશનર તરીકે નિયુકત થયેલા રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ. અકિલાની મુલાકાતે

રાજકોટ : સૌરાષ્‍ટ્રના સૌથી મોટા રાજકોટ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ૧૧ માસ યશસ્‍વી કામગીરી કરીને સુરેન્‍દ્રનગરના પ્રથમ મ્‍યુનિસિપલ કમિશનર તરીકે નિમણુક પામેલા ઉત્‍સાહી યુવા અધિકારી ડો. નવનાથ ગવ્‍હાણે (આઇ. એ. એસ.) એ ગઇકાલે અકિલાના આમંત્રણને માન આપીને અકિલા પરિવારની શુભેચ્‍છા મુલાકાત લીધેલ. તેમણે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેની ચર્ચામાં રાજકોટમાં પોતાના કાર્યકાળના સંભારણા વાગોળેલ અને અકિલાના પ્રજાલક્ષી અભિગમની  પ્રશંસા કરી હતી.

ડો. નવનાથ ગવ્‍હાણએ જણાવેલ કે, રાજકોટના જિલ્‍લા વિકાસ અધિકારી તરીકે  કામ કરવાની તક મળી તેનું હું મારુ સદ્‌્‌ભાગ્‍ય સમજુ છું. રાજકોટના લોકો દિલદાર અને સારા કામ માટેની સહકારની ભાવનાવાળા છે. પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્‍યોએ હકારાત્‍મક અભિગમથી વહીવટી તંત્રની સાથે મળીને કામ કરેલ. પંચાયતના  અધિકારીઓ અને કર્મચારીઓના ટીમ વર્કથી લોકોને ન્‍યાય મળી રહે અને વિકાસને વેગ મળે તેવા કાર્યા થયેલ. સૌના સાથ અને સૌના સહકારથી સરકારના નિર્ધાર મુજબ જિલ્લાની વિકાસ યાત્રા અવિરત રહેલ. શિક્ષણ અને આરોગ્‍ય ક્ષેત્ર સૌથી વધુ ભાર આપેલ. મારા કાર્યકાળમાં શરૂ થયેલ નવી યોજનાઓ સરસ ચાલશે અને લોકોને તેનો લાભ મળશે તેવી મને આશા છે. સી. એમ. ડેશબોર્ડમાં સમગ્ર રાજયમાં રાજકોટ જિલ્લો પ્રથમ આવ્‍યો તે જિલ્લા માટે ગૌરવની બાબત છે. સરકારના પદાધિકારીઓ અને ઉચ્‍ચ  અધિકારીઓ તરફથી સતત માર્ગદર્શન મળતુ રહેલ. જિલ્લા પંચાયત પરિવાર, પ્રજાજનો મીડિયાએ તેમજ વિવિધ ક્ષેત્રના લોકોએ આપેલ પ્રેમ મારા જીવનનું સંભારણુ બની રહ્યું છે.  સરકારી તંત્રમાં બદલી એ વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. ફરજની દ્રષ્‍ટિએ હું રાજકોટથી દૂર થયો છુ પણ રાજકોટ મારા દિલમાંથી કદી દૂર થશે નહિં. સહયોગી બનેલા સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સુરેન્‍દ્રનગર મહાનગરમાં નિષ્‍ઠાપૂર્વક અને ઉત્‍સાહપૂર્વક કામ કરવાની મારી કટિબધ્‍ધતા છે.  અકિલાની મુલાકાત પ્રસંગે અકિલા પરિવારના ડો. અનિલ દશાણી પણ ઉપસ્‍થિત રહ્યા હતાં.  (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:54 PM IST)