<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

દેવેન્દ્ર કુમાર દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા : લેફ્ટનન્ટ ગવર્નરે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા

શપથ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પણ હાજર રહ્યા

 નવી દિલ્હી. જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. દિલ્હીના લેફ્ટનન્ટ જનરલ વિનય કુમાર સક્સેનાએ આજે એક કાર્યક્રમમાં પદના શપથ લેવડાવ્યા હતા જેમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પણ હાજર હતા.

રાજ નિવાસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, દિલ્હી હાઈકોર્ટના કેટલાક વર્તમાન ન્યાયાધીશો અને કાનૂની વ્યાવસાયિકો અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.

(9:45 PM IST)