<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

કેન્‍દ્રએ પીએલઆઇ યોજના હેઠળ ૬ માસમાં રૂ.૧૫૯૬ કરોડ ફાળવ્‍યા

મુખ્‍ય ક્ષેત્રો અને અત્‍યાધુનિક ટેકનોલોજીમાં રોકાણ આકર્ષવાનો હેતુ : ટેલીકોમ્‍યુનિકેશન, વ્‍હાઇટ ગુડસ, ટેકસટાઇલ, મેડિકલ ડિવાઇઝ પ્રોડકશન, ઓટોમોબાઇલ્‍સ સહિતના ૧૪ ક્ષેત્રનો સમાવેશ

નવી દિલ્‍હીઃ તા.૨૨:  સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-સપ્‍ટેમ્‍બર દરમિયાન ઈલેક્‍ટ્રોનિક્‍સ અને ફાર્મા સહિતના છ ક્ષેત્રો માટે પ્રોડક્‍શન-લિંક્‍ડ ઈન્‍સેન્‍ટિવ (PLI) સ્‍કીમ હેઠળ રૂ.૧,૫૯૬ કરોડનું વિતરણ કર્યું છે, એમ એક અધિકારીએ જણાવ્‍યું હતું.

સરકારે ૨૦૨૧માં ટેલિકોમ્‍યુનિકેશન, વ્‍હાઇટ ગુડ્‍સ, ટેક્‍સટાઇલ, મેડિકલ ડિવાઇસનું ઉત્‍પાદન, ઓટોમોબાઇલ, સ્‍પેશિયાલિટી સ્‍ટીલ, ફૂડ ઙ્કોડક્‍ટ્‍સ, ઉચ્‍ચ કાર્યક્ષમતા સોલાર પીવી મોડ્‍યુલ્‍સ, અદ્યતન કેમેસ્‍ટ્રી સેલ બેટરી, ડ્રોન અને ફાર્મા જેવા ૧૪ ક્ષેત્રો માટે PLI સ્‍કીમ્‍સની જાહેરાત કરી હતી.રૂ.૧.૯૭ લાખ કરોડનો ખર્ચ .

કુલ રૂ.૧,૫૯૬ કરોડમાંથી, મોટા પાયે ઈલેક્‍ટ્રોનિક્‍સ ઉત્‍પાદન માટે PLI યોજના હેઠળ મહત્તમ  રૂ. ૯૬૪ કરોડનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

તે પછી ફાર્મા ( રૂ.૬૦૪ કરોડ), ફૂડ પ્રોડક્‍ટ્‍સ (રૂ.૧૧ કરોડ), ટેલિકોમ (રૂ.૯ કરોડ), બલ્‍ક ડ્રગ્‍સ (રૂ.૬ કરોડ) અને ડ્રોન્‍સ ( રૂ.૨ કરોડ) હતા.

૨૦૨૩-૨૪ સુધી રૂ.૯,૭૨૧ કરોડનું પ્રોત્‍સાહન વિતરણ કરવામાં આવ્‍યું હતું, અધિકારીએ ઉમેર્યું હતું કે આ યોજના દેશના MSME ઇકોસિસ્‍ટમ પર કાસ્‍કેડિંગ અસર કરી રહી છે.

દરેક સેક્‍ટરમાં બાંધવામાં આવનાર એન્‍કર યુનિટને સમગ્ર મૂલ્‍ય શળંખલામાં નવા સપ્‍લાયર બેઝની જરૂર પડશે. આમાંના મોટાભાગના આનુષંગિક એકમો MSME સેક્‍ટરમાં બાંધવામાં આવશે.

ઓગસ્‍ટ ૨૦૨૪ સુધીમાં, ૧૪ ક્ષેત્રોમાં રૂ.૧.૪૬ લાખ કરોડનું રોકાણ પ્રાપ્ત થયું છે, જેના પરિણામે રૂ.૧૨.૫૦ લાખ કરોડથી વધુનું ઉત્‍પાદન/વેચાણ વધ્‍યું છે, ૯.૫ લાખથી વધુ રોજગાર સર્જન થયું છે અને નિકાસ રૂ.૪ લાખ કરોડને વટાવી ગઈ છે. PLI યોજનાઓ હેઠળ ૭૬૦ થી વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.

યોજનાઓનો હેતુ મુખ્‍ય ક્ષેત્રો અને અત્‍યાધુનિક ટેકનોલોજીમાં રોકાણ આકર્ષવાનો છે; કાર્યક્ષમતા સુનિヘુિત કરવી, ઉત્‍પાદન ક્ષેત્રમાં કદ અને સ્‍કેલની અર્થવ્‍યવસ્‍થા લાવવી અને ભારતીય કંપનીઓ અને ઉત્‍પાદકોને વૈશ્વિક સ્‍તરે સ્‍પર્ધાત્‍મક બનાવવી.

(11:36 AM IST)