News of Wednesday, 22nd January 2025
પુતિન યુક્રેન યુદ્ધ અંગે વાટાઘાટો કરવા ટેબલ પર નહીં આવે તો અમે રશિયા પર પ્રતિબંધો લાદીશું
યુદ્ધ ખતમ કરવા અંગે ટ્રમ્પની મોટી ધમકી

વોશીંગ્ટન, તા.૨૨: અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા પછી તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે ઝડપી નિર્ણયોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. વ્હાઇટ હાઉસમાં પહેલા જ દિવસે તેમણે દેશની દક્ષિણ સેના પર ઈમરજન્સી લાદવાથી લઈને WHO અને પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટમાંથી ખસી જવા સુધીના અનેક એક્ઝિકયુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા.
આ દરમિયાન તેમણે રશિયાના પ્રમુખ પુતિનને ચેતવણી પણ આપી હતી. ટ્રમ્પે તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળના પહેલા દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે જો વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધ અંગે વાટાઘાટો કરવા ટેબલ પર નહીં આવે તો અમે રશિયા પર પ્રતિબંધો લાદીશું.
અમેરિકન પ્રમુખે કહ્યું કે હું ગમે ત્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળવા માટે તૈયાર છું. પરંતુ તેમણે ચેતવણી પણ આપી હતી કે જો પુતિન યુક્રેન મુદ્દા પર વાટાઘાટોના ટેબલ પર નહીં આવે તો રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવશે. યુક્રેન યુદ્ધ શરૂ કરવાની જરૂર જ નહોતી. જો અમેરિકામાં પ્રમુખ સક્ષમ હોત તો આ યુદ્ધ ન થયું હોત.
ટ્રમ્પે કહ્યું કે હું પુતિન સાથે સારા તાલમેલ ધરાવું છું. જો હું પહેલો રાષ્ટ્રપતિ હોત, તો રશિયા કયારેય યુક્રેન પર હુમલો ન કરત. આવું કયારેય બન્યું ન હોત. પુતિને બાઈડેનનો અનાદર કર્યો છે. તે ખૂબ જ હોશિયાર છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે રશિયા પર વધારાના પ્રતિબંધો લાદવામાં આવે તેવી શકયતા છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
