<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

સોનામાં ૭૦૦ રૂા.નો ઉછાળોઃ ૧૦ ગ્રામના ભાવ ૮ર,૭૦૦ની નવી ટોચની સપાટીએ

છેલ્લા ૧પ દિ'માં સોનામાં ૧૦ ગ્રામે ર૭૦૦ રૂા. વધી ગયા

રાજકોટ, તા., રરઃ  બુલીયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં ઉછાળાના પગલે સોનાના ભાવએ ફરી નવી ઐતિહાસિક સપાટી બનાવી છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્‍થાનીક બજારમાં આજે સોનામાં ૭૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૮ર૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૮ર૭૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી. સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ૭૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૮,ર૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૮,ર૭,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

થોડા સમય પુર્વે સોનાના ભાવે ૮ર,૩૦૦ની ટોચની સપાટી બનાવ્‍યા બાદ ભાવો પટકાયા હતા. ત્‍યાર બાદ ફરી ધીમી ગતીએ સોનાના ભાવો વધ્‍યા હતા. આજે વધુ ૭૦૦ રૂા.નોઉછાળો થતા સોનું ૧૦ ગ્રામના ભાવે ૮ર,૭૦૦ રૂા.ની ઓલ ટાઇમ હાઇ સપાટી બનાવી હતી.

તેજીને પગલે છેલ્લા ૧પ  દિવસમાં સોનામાં ૧૦ ગ્રામ ર૭૦૦ અને સોનાના બિસ્‍કીટમાં ર૭,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે.

(2:54 PM IST)