News of Wednesday, 22nd January 2025
ભાજપે પંજાબી-શીખોનું અપમાન કર્યું, માફી માગે શાહ
કેજરીવાલ પરવેશ વર્માની ટિપ્પણી પર ભડક્યાંઃભાજપ નેતા પરવેશ વર્માએ આમ આદમી પાર્ટીના કારણે દિલ્હીમાં પંજાબના વાહનો ફરતા હોવાનો આક્ષેપ કર્યો હતો

નવી દિલ્હી,તા.૨૨
દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ભાજપ નેતા પરવેશ વર્માના નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભાજપ પર પંજાબીઓ અને શીખ સમાજનું અપમાન કર્યું હોવાનો આરોપ મૂક્યો છે. કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પંજાબીઓની માફી માગવા કહ્યું છે. ભાજપ નેતા પરવેશ વર્માએ આમ આદમી પાર્ટીના કારણે દિલ્હીમાં પંજાબના વાહનો ફરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનો જવાબ આપતાં કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહને દેશના તમામ પંજાબીઓની માફી માગવા કહ્યું છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 'નવી દિલ્હીમાંથી ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ પંજાબીઓએ પર જે આરોપ મૂક્યો છે, તે અપમાનજનક છે. શું તેઓ પંજાબના લોકોથી ડરી રહ્યા છે. શું તમામ પંજાબીઓ આતંકવાદી છે. પંજાબીઓએ દિલ્હી બનાવ્યું છે અને વિકસાવ્યુ છે. તેઓ કેવી રીતે પંજાબીઓ વિરૃદ્ધ આ પ્રકારની ટીપ્પણીઓ કરી શકે છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પંજાબીઓની માફી માગવી જોઈએ.'કેજરીવાલે જણાવ્યું કે, 'કોઈ પણ રાજકીય પક્ષનો ઉમેદવારને પોતાની હાર અને પ્રજા તેનો સાથ છોડી રહી હોવાનો સંકેત મળે ત્યારે તે હિંસાનો સહારો લે છે. દિલ્હીમાં ભાજપ આ જ ખેલ રમી રહી છે. પ્રજા બધુ જ જુએ છે. ભાજપ દિલ્હીમાં ગુંડાગીરી કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી તેમને છાવરી રહ્યા છે.'વધુમાં કેજરીવાલે જણાવ્યું કે, 'દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી પડ્યા છે. ભાજપ તેના પર કોઈ ધ્યાન આપી રહ્યું નથી. સમગ્ર દિલ્હી પોલીસ ભાજપને બચાવવામાં લાગી છે.' કેજરીવાલે દાવો કર્યો હતો કે કેટલાક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું છે કે ભાજપને રક્ષણ આપવા માટે તેમને ગૃહ મંત્રાલય તરફથી સીધા આદેશ મળી રહ્યા છે. તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સભાઓ રદ કરવા અને તેને મંજૂરી ન આપવાનો પણ આદેશ છે.
તેમણે આગળ કહ્યું કે, 'ભાજપના લોકો જેટલી ગુંડાગીરી કરશે, તેમને તેટલા ઓછા વોટ મળશે. તેમને ૨૦૧૫માં જેટલી બેઠકો મળી હતી તેટલી બેઠકો પણ નહીં મળે. ઝ્રસ્ આતિશીએ નોંધાવેલી ફરિયાદના આધારે તમામ લોકોની ધરપકડ થવી જોઈએ.'કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રી આતિશીએ ભાજપ ઉમેદવાર રમેશ બિધુડી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'બિધુડીના લોકો વિધાનસભા ક્ષેત્રના દરેક વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડરાવી-ધમકાવી રહ્યા છે. મારામારી પણ કરી રહ્યા છે. આ મુદ્દે ઝ્રસ્ આતિશીએ ચૂંટણી પંચને પત્ર લખી ફરિયાદ નોંધાવી ભાજપના ઉમેદવાર સામે કેસ નોંધવાની માંગ કરી છે.'
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
