News of Wednesday, 22nd January 2025
હોસ્પિટલે પહોંચાડનાર રીક્ષા ચાલાક ભજનસિંહને જોતા જ સૈફ અલીખાને ગળે ભેટી આભાર માન્યો: આપ્યું રોકડ ઇનામ
ભજનસિંહે પોતાની ઑટો રિક્ષામાં સમયસર હોસ્પિટલ પહોંચાડ્યો હતો અને તે સમયે પૈસા પણ નહતા લીધા

જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ બૉલિવૂડ અભિનેતા સૈફઅલી ખાનને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ અભિનેતા ઘરે આરામ ફરમાવી રહ્યો છે. એવામાં સૈફઅલી ખાનને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચાડનાર ઑ઼ટો ડ્રાઈવરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
સૈફઅલી ખાન સ્વસ્થ થયા બાદ પોતાને હોસ્પિટલ પહોંચાડનારા ઑટો ડ્રાઈવર ભજનસિંહ રાણાને મળ્યો હતો. બૉલિવૂડ અભિનેતા ઑટો ડ્રાઈવરને ગળે ભેટ્યો હતો. હવે સૈફઅલી ખાને ડ્રાઈવરને કેટલી રકમ આપી તેને લઈને અપડેટ મળ્યા છે.
જ્યારે ભજનસિંહને પૂછવામાં આવ્યું કે, તમને પૈસા પણ મળ્યા, તો ડ્રાઈવરે કહ્યું કે, તે તો સૈફઅલી ખાન જ જાણે છે. હું આ વિશે વાત ના કરી શકું. મે કઈ તેમની પાસે માંગ્યું નહતુ. આમ છતાં તેમણે જે આપ્યું, તે મેં લઈ લીધું.
એક રિપોર્ટમાં એવું કહેવાય છે કે, સૈફઅલી ખાને ઑટો ડ્રાઈવરને 50 હજાર રૂપિયા આપ્યા છે. અગાઉ ભજનસિંહે તે ગોઝારી રાત વિશે જણાવ્યું હતું કે, તેઓ જઈ રહ્યા હતા, ત્યારે જ કોઈએ તેમને બૂમ પાડીને મદદ માટે બોલાવ્યા હતા. સૈફઅલી ખાન સાથે એક બાળક અને એક બીજો વ્યક્તિ હતો. રિક્ષામાં બેસતા જ સૈફઅલી ખાને પૂછ્યું હતું કે, કેટલીવાર લાગશે? મેં જવાબ આપ્યો હતો કે, 8-10 મિનિટ.
સૈફઅલી ખાનનું લોહી ખૂબ જ વહી રહ્યું હતુ. તેમનો સફેદ કલરનો કૂર્તો લોહીથી લાલ થઈ ગયો હતો. આ સમયે તેમણે સૈફઅલી ખાન પાસેથી પૈસા નહતા લીધા. જો કે ઑટો ડ્રાઈવરને મળીને સૈફઅલી ખાને તેમનો આભાર માન્યો હતો. આ સાથે જ બન્નેની એક તસવીર પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
