<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

એનએસઈમાં રજિસ્‍ટર્ડ રોકાણકારોની સંખ્‍યા ૧૧ કરોડને પાર

રજિસ્‍ટર્ડ રોકાણકારોમાં ૪૦ ટકા ઉત્તર ભારત, પશ્‍ચિમ ભારતના ૨૮ ટકા, દક્ષિણના ૨૦ ટકા અને પૂર્વ ભારતના ૧૨ ટકા : માત્ર પાંચ મહિનામાં એક કરોડ વધ્‍યા : યુવા વર્ગની સામેલગીરીમાં સતત વળદ્ધિ

મુંબઇ, તા.૨૩: નૅશનલ સ્‍ટૉક એક્‍સચેન્‍જ ઑફ ઇન્‍ડિયા (એનએસઈ) પર યુનિક રજિસ્‍ટર્ડ ઇન્‍વેસ્‍ટર્સની સંખ્‍યા વધીને ૨૧ કરોડથી પણ અધિક થઈ ગઈ છે. એક ક્‍લાયન્‍ટ એકથી અધિક ખાતાં ધરાવી શકે છે એ જોતાં ક્‍લાયન્‍ટ કોડ્‍સ એટલે કે ખાતાં ૨૧ કરોડથી પણ અધિક થઈ ગયાં છે.

આ પ્રસંગે એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્‍ટ ઑફિસર શ્રીરામ કળષ્‍ણને કહ્યું છે કે ‘નવા વર્ષના પ્રારંભ બાદ એનએસઈના રજિસ્‍ટર્ડ રોકાણકારોની સંખ્‍યા ૧૧ કરોડને પાર કરી ગઈ છે. ગયા ઑગસ્‍ટમાં રોકાણકારોની સંખ્‍યા ૧૦ કરોડ હતી. છેલ્લા એક કરોડ રોકાણકારોની વળદ્ધિ તો માત્ર પાંચ મહિનામાં થઈ છે. આ ઝડપી વળદ્ધિ દેશની જનતાના સંપત્તિસર્જન માટે મૂડીબજારમાં વધેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે. જ્‍યારે પ્રથમ વાર એક કરોડની સંખ્‍યા થઈ હતી ત્‍યારે એને આ આંકડા પર પહોંચતાં ૧૪ વર્ષ લાગ્‍યાં હતાં.'

રોકાણકારોની શૅરબજારમાં પરોક્ષ સામેલગીરી પણ વધી રહી છે. જુલાઈ અને ડિસેમ્‍બર, ૨૦૨૪ વચ્‍ચે નવાં ૩.૭ કરોડ સિસ્‍ટમૅટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન (એસઆઇપી) અકાઉન્‍ટ્‍સ ખોલવામાં આવ્‍યાં હતાં.

અત્‍યારે નવા રોકાણકારોની સરેરાશ વય ૩૨ છે, જેમાંથી ૪૦ ટકાથી અધિકની વય ૩૦થી ઓછી છે. પાંચ વર્ષ પૂર્વે જે સ્‍થિતિ હતી એનાથી આ સ્‍થિતિ ઘણી બદલાયેલી છે. અગાઉ બજારમાં રોકાણ કરનારાઓની સરેરાશ વય ૩૮થી અધિકની હતી. આમ યુવા વર્ગનો રસ બજારમાં વધી રહ્યો છે. બીજો એક ફેરફાર એ છે કે હવે મહિલાઓની સંખ્‍યા પણ વધવા લાગી છે.

રોકાણકારોનો વ્‍યાપ હવે માત્ર શહેરો પૂરતો રહ્યો નથી. રજિસ્‍ટર્ડ રોકાણકારોમાં ૪૦ ટકા ઉત્તર ભારત, પશ્‍ચિમ ભારતના ૨૮ ટકા, દક્ષિણના ૨૦ ટકા અને પૂર્વ ભારતના ૧૨ ટકા રોકાણકારો છે. સૌથી વધુ રોકાણકારો ઉત્તરપ્રદેશ અને મહારાષ્‍ટ્રના રહ્યા છે.

(10:30 AM IST)