<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

પત્‍નિની હત્‍યા કર્યા પછી શરીરના ટુકડા કરી પ્રેશર કુકરમાં ઉકાળ્‍યા

પોલીસે ૩૫ વર્ષીય મહિલાના પતિની હત્‍યાના આરોપસર ધરપકડ કરી : ભૂતપૂર્વ સૈનિકની કબૂલાત સાંભળીને પોલીસ ચોંકી ગઇ

હૈદરાબાદ, તા.૨૩: દિલ્‍હીના શ્રદ્ધા વોકર હત્‍યાકેસે આખા દેશને હચમચાવી નાખ્‍યો હતો. હૈદરાબાદથી પણ આવો જ એક હૃદયદ્રાવક કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. જ્‍યાં એક પતિએ પોતાની પત્‍નીની હત્‍યા કરી દીધી. પત્‍નીની હત્‍યા કર્યા પછી, તેણે તેના શરીરને નાના ટુકડા કરી નાખ્‍યું. શરીરને ટુકડા કર્યા પછી, તેણે તેને પ્રેશર કૂકરમાં ઉકાળ્‍યું અને પછી તેને તળાવમાં ફેંકી દીધું. આરોપી પતિએ પોલીસ સમક્ષ આ મોટો ખુલાસો કર્યો છે.

મળતી માહિતી મુજબ, પોલીસે હત્‍યાના શંકાના આધારે ૩૫ વર્ષીય મહિલાના પતિની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન, પતિએ દાવો કર્યો હતો કે તેણે તેની પત્‍નીના શરીરને ટુકડા કરી દીધા હતા અને પ્રેશર કૂકરમાં ઉકાળ્‍યા હતા. તેણે બાફેલા શરીરના ભાગોને તળાવમાં ફેંકી દીધા. તમને જણાવી દઈએ કે મહિલા લગભગ એક અઠવાડિયા પહેલા ગુમ થઈ ગઈ હતી. તેના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

આરોપી ભૂતપૂર્વ સૈનિક છે અને હાલમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો. તેણે કહ્યું કે તેનો તેની પત્‍ની સાથે ઝઘડો થયો હતો. ગુસ્‍સામાં તેણે પોતાની પત્‍નીની હત્‍યા કરી દીધી. તેણે પ્રેશર કૂકરનો ઉપયોગ કરીને શરીરને ટુકડા કરી નાખ્‍યું. પછી ટુકડાઓ ઉકાળીને તળાવમાં ફેંકી દેવામાં આવ્‍યા. પોલીસનું માનવું છે કે પતિ-પત્‍ની વચ્‍ચેના ઝઘડા બાદ પતિએ આ ગુનો કર્યો હતો. તપાસ દરમિયાન સંપૂર્ણ વિગતો બહાર આવશે. પોલીસે કહ્યું કે તેઓ આરોપીના આ દાવાની તપાસ કરી રહ્યા છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, આરોપીનું નામ ગુરુ મૂર્તિ છે. આરોપી આર્મીમાં ફરજ બજાવતો હતો અને નિવળત્ત થઈ ગયો છે. તે હાલમાં કંચનબાગમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે. ગુરુ મૂર્તિના લગ્ન ૧૩ વર્ષ પહેલા વેંકટ માધવી સાથે થયા હતા. બંનેને બે બાળકો છે. મીરપેટ પોલીસે જણાવ્‍યું હતું કે હત્‍યા કેસની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ વિગતો બહાર આવશે.

 

(11:06 AM IST)