News of Thursday, 23rd January 2025
સરકારે કાચા શણના MSPમાં ૬% વધારો કરવા નિર્ણય
સરકારી કર્મચારીઓ બાદ હવે ખેડૂતોને મોજે દરિયા

નવી દિલ્હી, તા.૨૩: મોદી સરકારે સૌપ્રથમ સરકારી કર્મચારીઓને આઠમાં પગાર પંચની ભેટ આપી હતી. હવે સરકારે ખેડૂતોને ભેટ આપી છે. સરકારી કર્મચારીઓ પછી, હવે ખેડૂતોને પણ રાહત થશે. બુધવારે મોદી કેબિનેટે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, પીએમ મોદીના નેતળત્વમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતો અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે કાચા શણના MSPમાં લગભગ ૬% વધારો કરવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કેબિનેટ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ‘વર્ષ ૨૦૨૫-૨૬ માટે કાચા શણના MSPમાં લગભગ ૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ કિંમત કરતાં ૬૭ ટકા વધુ છે. ગયા વર્ષ કરતાં આ ૩૧૫ રૂપિયા વધુ છે. ૨૦૨૫ થી ૨૦૨૬ ના સત્ર માટે કાચા શણનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ૫૬૫૦ રૂપિયા રહેશે. તેમણે કહ્યું કે, મોદી સરકારે શણના વપરાશ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આનાથી ખેડૂતોને ફાયદો થશે.
આ બેઠકમાં ૨૦૨૫-૨૬ સીઝન માટે (કાચા શણ) ના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય આરોગ્ય મિશનને ૨૦૨૫ અને ૨૦૨૬ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશભરમાં આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્રો ખુલી ગયા છે. ૧ લાખ ૭૨ હજાર કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં ૪.૫ લાખ લોકોએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસનો લાભ લીધો છે.
ગયા અઠવાડિયે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ મળી.
ગુરુવારે, વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનરોના ભથ્થામાં સુધારો કરવા માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. આ પગલાથી લગભગ ૫૦ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ ૬૫ લાખ પેન્શનરોને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, સાતમા પગાર પંચની રચના ૨૦૧૪ માં કરવામાં આવી હતી. તેની ભલામણો ૧ જાન્યુઆરી, ૨૦૧૬ થી લાગુ કરવામાં આવી હતી. તેનો કાર્યકાળ ૨૦૨૬ માં સમાપ્ત થઈ રહયો છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
