News of Thursday, 23rd January 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ૩૪

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધીઃ- ૩૪:‘‘કોઇ ઉંડા કુવાના કાંઠે ઉભા રહી એની ઊંડાઇઓમાં સતત જોતા રહો- જયાં સુધી વિસ્મય વિમુગ્ધ ના થઇ જાઓ''
કોઇ ઉંડા કુવામાં જુઓ કુવો તમારામાં પ્રતિબિંબિત થઇ જશે. વિચારવાનું બિલકુલ ભુલી જાઓ, બંધ કરી દો. ફકત ઉંડાણમાં જોતા રહો. હવે તેઓ કહે છે કે કુવાની જેમ મનનું પણ પોતાનું ઉંડાણ છે. હમણા પヘમિમાં તેઓ ઉંડાણનું મનોવિજ્ઞાન વિકસિત કરી રહ્યા છે. તેઓ કહે છે કે મન કોઇ સપાટી ઉપર નથી એ તો એનો આરંભ માત્ર છે. એના ઉંડાણ છે, અનેક ઉંડાણ છે, છુપાયેલા ઉંડાણ છે.
કોઇ કુવામાં નિર્વિચાર થઇ ને ઝાંકો, ઉંડાણ તમારામાં પ્રતિબિંબિત થઇ જશે. કુવો તમારા ઉંડાણનું બહારનું પ્રતિક બની જશે અને સતત ઝાંકતા જાઓ જયાં સુધી તમે વિસ્મય - વિમુગ્ધ ના થઇ જાવ જયાં સુધી એવી ક્ષણ ના આવે ત્યાં સુધી ઝાંકતા જ જાવ ઝાંકતા જ રહો, દિવસો, મહિનાઓ ઝાંકતા રહો. કોઇ કુવા ઉપર જતા રહો અને એમાં ઝાંકો, પરંતુ રાખો કે મનમાં કોઇ વિચાર ના ચાલે બસ ધ્યાન કરો.
ઉંડાણમાં ધ્યાન કરો. ઉંડાણ સાથે એક બની જાવ. ધ્યાન ચાલુ રાખો કોઇ દિવસે તમારા વિચાર વિસર્જીત થઇ જશે. તે ગમે તે ક્ષણે બની શકે છે. અચાનક તમને ખબર પડશે કે તમારા ભીતર પણ એવો કુવો છે, એવું જ ઉંડાણ છે. ત્યારે એક નવીન બહું જ નવીન ભાવો ઉદય થશે. તમે વિસ્મય - વિમુગ્ધ અનુભવ કરશો.
જયારે તમે વિસ્મય- વિમુગ્ધ થઇ જશો. જયારે તમારા ઉપર વિસ્મયનું અવતરણ થશે, ત્યારે મન નહી બચે, ફકત રહસ્ય અને રહસ્યનું વાતાવરણ બનશે ત્યારે તમે પોતાને જાણવા સમર્થ થઇ જશો. (પ-૪)
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
