News of Thursday, 23rd January 2025
લોસ એન્જલસના વધુ એક જંગલમાં આગે ધર્યુ વિકરાળ સ્વરૂપ
આગે ૮ હજાર એકર અથવા ૩,૨૦૦ હેક્ટર વિસ્તારને લપેટમાં લીધી : ૩૧૦૦૦નું રેસ્ક્યુ

ન્યુયોર્ક તા.૨૩: અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એક વખત આગ ફાટી નીકળી છે, જેના પછી હજારો લોકોએ પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લેવો પડ્યો છે. અમેરિકા માટે પણ આ ચિંતાનો વિષય છે કારણ કે તાજેતરમાં જ લોસ એન્જલસમાં આગની બે મોટી ઘટનાઓ બની છે.
લોસ એન્જલસમાં સળગી રહેલી આ આગ કાસ્ટેક લેક નજીકના જંગલ વિસ્તારમાં છે. આ વિસ્તાર ઉત્તર પヘમિ લોસ એન્જલસમાં સ્થિત છે. આગે ૮ હજાર એકર અથવા ૩,૨૦૦ હેક્ટર વિસ્તારને લપેટમાં લીધી છે. તળાવની આસપાસ રહેતા લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે લોસ એન્જલસ વિસ્તારમાં જોરદાર અને સૂકી સાંતા એના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગ ફાટી નીકળી છે. આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. આ આગ મોટા વિસ્તારને લપેટમાં લે તેવી શકયતા છે. ૩૧૦૦૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
આગ લાગ્યા બાદ પોતાનો સામાન પેક કરી રહેલા એક વ્યક્તિએ અમેરિકન મીડિયાને કહ્યું ‘હું માત્ર પ્રાર્થના કરું છું કે અમારું ઘર બળી ન જાય.' લોસ એન્જલસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ જેન્સને દરેકને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ લોસ એન્જલસમાં ભીષણ આગને કારણે હજારો ઘરો ધરાશાયી થઈ ગયા છે. એટલું જ નહીં, ૨ લાખ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે અને ૨૭ થી વધુ લોકોના મોત થયા છે.
તમને જણાવી દઈએ કે ૨૦૨૮માં અમેરિકાના શહેર લોસ એન્જલસમાં રમતગમતના મહાકુંભ એટલે કે ઓલિમ્પિકનું આયોજન થવાનું છે. આ કાર્યક્રમ ૧૪ જુલાઈથી ૩૦ જુલાઇ, ૨૦૨૮ સુધી ચાલશે. લોસ એન્જલસને અમેરિકાના સિનેમાનું કેન્દ્ર કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આ ઘટનાને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
