News of Thursday, 23rd January 2025
રૂ.૫ની કે રૂ.૫,૦૦૦ની સોનાના વરખવાળી, કઈ ઈડલી વધારે સ્વાદિષ્ટ ?
ઇન્ફલુએન્સરે કર્યો રસપ્રદ પ્રયોગ

બેંગાલુરુઃ બજારમાં અલગ અલગ રેસ્ટોરન્ટમાં એક જ વાનગીના ભાવ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે એવી માનસિકતા હોય છે કે જેમ ભાવ વધારે તેમ વાનગીની ગુણવત્તા અને સ્વાદ વધુ સારો હોય છે. પરંતુ, શું હંમેશા એવું હોય છે? એક કન્ટેન્ટ ક્રિએટરે એક રસપ્રદ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ યુઝર કેસી પરેરાએ રોડ સાઈડ સ્ટોલ પર રૂ.૫ ની સાદી ઇડલીથી શરૂ કરીને અને વૈભવી હોટેલમાં રૂ.૫,૦૦૦ ની સોના વરખવાળી ઇડલી ટેસ્ટ કરી અને રેટિંગ (Idli coast રૂ.5 to રૂ.5,000) આપ્યું. જેના પરિણામો રસપ્રદ રહયા, સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહયો છે અને યુઝર્સ આ અંગે ચર્ચા કરી રહયા છે.
રૂ.૫ ની ઈડલીથી શરૂઆત કરીઃ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ કેસી પરેરાએ વીડિયો શેર કરતા લખ્યું, ‘‘હું પહેલી વાર (ઈડલી સાથે) સોનું ખાઈ રહયો છું.'' વિડીયોમાં જોવા મળે છે કે કેસી શરૂઆતમાં રસ્તાની બાજુમાં આવેલી દુકાનમાં જાય છે અને રૂ.૫ માં એક ઈડલી ખરીદીને ટેસ્ટ કરે છે, ત્યાર બાદ તે બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વરમ કાફેમાં જાય છે અને, જ્યાં તે રૂ.૫૦માં ઈડલી ખાય છે.
વૈભવી હોટેલ્સમાં ઈડલીઃ કેસી તાજ હોટેલમાં રૂ.૫૦૦ માં ઇડલી ઓર્ડર કરે છે અને ટેસ્ટ કરે છે અને છેલ્લે તે એક મહેલ જેવી શાનદાર હોટેલમાં રૂ.૫૦૦૦ની કિંમતની ઈડલી આરોગે છે, જેના પર ૨૩-કેરેટ સોનાનો વરખ ચડાવેલો હોય છે. આ ઈડલી દેખાવમાં ખુબ આકર્ષક લાગે છે, આ ઈડલીની એક જ બાઈટ ખાઈને કેસી જે રીએક્શન આપે છે એ જોવા જેવું છે.(૨૩.૨૦)
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
